કોવિશીલ્ડનો પહેલો ડોઝ લેનારને ૪૨ દિવસે બીજાે ડોઝ મળશે
કોરોના મહામારીથી બચવા હાલ ગુજરાત સહિત દેશમાં લોકો કોરોનાની રસી લેવા માટે પડાપડી કરી રહ્યા છે. પરંતુ હાલ રાજ્યમાં કોરોના વેક્સિનની અછત જાેવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતમાં લોકોનું ઝડપી વેક્સિનેશન થાય તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક જગ્યાએ સેન્ટરો ખોલવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.
બીજી બાજુ કોરોનાની રસીની ગાઈડલાઈન બદલાઈ હોવાની માહિતી મળી રહી છે. જાણવા મળી રહ્યું છે કે આજથી કોવિશીલ્ડનો પહેલો ડોઝ લેનારને ૪૨ દિવસે બીજાે ડોઝ મળશે. જેના કારણે અનેક વેક્સિનેશન સેન્ટરો પર અંધાધૂંધી સર્જાઈ છે.
ભારત સરકાર તરફથી આજે મળેલી રસીની ગાઈડલાઈન અનુસાર, કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂકેલ વ્યક્તિઓ, પોતાનો બીજાે ડોઝ ૪૨ દિવસ પછી જ લઇ શકશે. આ પ્રકારની પ્રોસેસ કોવિન સોફ્ટવેરમાં આજથી અપડેટ કરી દેવામાં આવેલ છે. વળી ૪૨ દિવસ બાદ કોવિશીલ્ડ રસીનો બીજાે ડોઝ મુકાવવાથી વધુ ફાયદો થાય છે.
તેમ છતાં લોકોમાં વેક્સિન લેવા માટેની ઉતાવળના કારણે મોટી સંખ્યામાં લોકો સેન્ટરો પર પહોંચી ગયા હતા. પરંતુ કોઈ સરખી વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો. બીજીતરફ આજથી કોવિશીલ્ડ વેક્સિનનો બીજાે ડોઝ લેવા આવેલા લોકોને હવે ૪૨ દિવસ પૂર્ણ થયા હોય તો જ વેક્સિન આપવામાં આવશે તેવા બદલાવના કારણે રજિસ્ટ્રેશન ન થતાં પાછું ફરવું પડ્યું હતું.
Recent Comments