fbpx
અમરેલી

કોવીડ-૧૯ ના કારણે મૃત્યુ પામેલા પંચાયતકર્મીના કુટુંબને રૂ. ૨૫ લાખનો ચેક અપાયો

ગયા સપ્ટેમ્બર મહિનામાં કોવીડ-૧૯ના કારણે મૃત્યુ પામેલા લાઠીના વિસ્તરણ અધિકારી સ્વ. શ્રી સી. પી. લીંબાણીના કુટુંબને રૂ. ૨૫ લાખની સહાય આપવામાં આવી છે.

તાલુકા પંચાયત કચેરી લાઠીમાં વિસ્તરણ અધિકારી પંચાયત તરીકે ફરજ બજાવતા સ્વ. શ્રી ચતુરભાઇ પોપટભાઇ લીંબાણી લાઠી તાલુકાના ચાવંડ ચેકપોસ્ટ પર ઉભા કરેલ કોરોના હેલ્થ ચેકઅપ પોઇન્ટમાં કોરોના હેલ્થ ચેકઅપ સેન્ટરમાં સુપરવિઝનની કામગીરી દરમિયાન શ્રી સી. પી. લીંબાણી કોરોના સંક્રમિત થતા તા.૧૬/૦૯/૨૦૨૦ના રોજ સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર દરમિયાન શ્રી લીંબાણીનું અવસાન થયું હતું. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ નોવેલ કોરોના વાયરસનાં સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓનાં ભાગરૂપે બજાવેલ ફરજ દરમિયાન સંક્રમિત થયેલ કર્મચારી/અધિકારીના દુ:ખદ અવસાન પામનારના કિસ્સામાં તેઓનાં આશ્રિત કુટુંબને ૨૫ (પચીસ) લાખ રૂપિયાની સહાય આપવાની જોગવાઈના અનુસંધાને શ્રી લીંબાણીના આશ્રીત કુંટુંબને સહાય મળવા માટેની દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર દ્વારા સંબંધિત વહીવટી વિભાગને મોકલી આપવામાં આવી હતી. આ દરખાસ્તને તાત્કાલિક ધોરણે ધ્યાને લઇ મુખ્યમંત્રીશ્રીની રાહતનિધિમાંથી રૂ.૨૫,૦૦,૦૦૦/-ની સહાય આપવામાં આવી છે. આ સહાયનો ચેક નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ. જે. પંડ્યા દ્વારા સ્વ. શ્રી લીંબાણીના પત્નિ શ્રીમતિ મધુબેન ચતુરભાઇ લીંબાણીને આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે કુટુંબીજન દ્વારા દરખાસ્ત કર્યાના ફક્ત બે માસમાં આ સમગ્ર પ્રક્રિયા પંચાયત વિભાગ દ્વારા પૂર્ણ કરી ચેક પણ આપવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts