કોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણીમાં હોબાળો, ડિરેક્ટર પરેશ શાહની ધરપકડ
સુરતના કોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારે હોબાળો થયો છે ત્યાર બાદ પોલીસ દ્વારા બેંકના ડિરેક્ટર પરેશ શાહની ધરપકડ કરવામાં આવી છે. હરિફ જૂથના ૬ ડિરેક્ટરોએ બહિષ્કાર કરી વોક આઉટ કર્યું હતું. આ ઘટનાની વાત કરીએ તો કોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણી વિવાદિત ડિરેક્ટર પરેશ શાહે મિટિંગમાં જઈ વોટિંગ કરતાં હરીફ જૂથે વોક આઉટ કર્યુ હતુ. મતદાન બાદ કોસંબા પોલીસે પરેશ શાહની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
Recent Comments