બોલિવૂડ

કૌન બનેગા કરોડપતિમાં જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી દેખાશે


કૌન બનેગા કરોડપતિ (કેબીસી)માં આ શુક્રવારે ‘શાનદાર શુક્રવાર’ના સ્પેશ્યલ એપિસોડમાં અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી બેસવાના છે. બોલીવુડના આ બન્ને પીઢ અભિનેતાઓ આ એપિસોડમાં સવાલોના જવાબ આપવા ઉપરાંત કસરત કરતા પણ દેખાશે. એનુ કારણ છે કે અમિતાભ બચ્ચને સુનીલ શેટ્ટીને પુછેલુ તેની ફિટ બોડી પાછળનું સીક્રેટ.૬૦ વર્ષના સુનીલ શેટ્ટીએ જવાબમાં કહ્યું હતુ કે તે અઠવાડિયામાં છ દિવસ જિમ જાય છે. સુનીલ શેટ્ટીએ જાણે એનો પુરાવો આપતો હોય એમ, જેકી શ્રોફ સાથે મળીને કેબીસીના સેટર પર જ જાતભાતની કસરતો કરી દેખાડી હતી અને બિગ બી ઉપરાંત ઓડિયન્સને પણ ચકિત કરી દીધા હતા.

Related Posts