જીઆઇએલ કચેરીમાં અધિકારી તરીકે નોકરી કરતી રૂચિ ભાવસાર સહિત ૫ અધિકારી કર્મચારીઓએ મળીને કરોડો રૂપિયાનુ સરકારનુ ફૂલેકુ ફેરવી નાખ્યુ છે. ત્યારે સેક્ટર ૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા પછી તપાસ એલસીબી પીઆઇ જે.એચ.સિંધવને આપવામાં આવી છે. ત્યારે તેમની ટીમ દ્વારા અત્યાર સુધીમા રૂચિ ભાવસાર અને વિક્રાંત કંસારાને પકડી લીધા હતા. તે ઉપરાંત પોતાની કંપનીના એકાઉન્ટ વાપરવા આપનાર ૫ આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરાયા છે. ત્યારે રૂચિ ભાવસાર અને ધ બ્લેક બોક્ષ કંપની બનાવનાર પ્રિતેશ પટેલના એક દિવસના રીમાંડ પુરા થતા બંનેને જેલમા મોકલી દેવાયા હતા.
ધ બ્લેક બોક્ષ કંપનીના માલિક પ્રિતેશ પટેલ (રહે, બાલમુકુંદ હાઇટ્સ)ના એકાઉન્ટમાં રૂચિ ભાવસાર અને તેની કંપનીએ ૨.૪૭ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. જેમા પ્રિતેશે કરોડો રૂપિયાની ઓફિસ ખરીદવા માટે બિલ્ડરને ૮૦ લાખ રૂપિયા બાના પેટે આપ્યા હતા. ગાંધીનગરની સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જે પ્રારંભથી વૈભવી લાઈફ સ્ટાઈલ જીવવાનો શોખીન હતો અને ટૂંકાગાળામાં માલામાલ થવાની ઈચ્છા રાખતો હોવાથી મિત્રો દ્વારા રુચિનાં સંપર્કમાં આવ્યો હતો. બાદમાં નક્કી થયા મુજબ તેની કંપનીમાં વિના ટેન્ડર પ્રક્રિયાએ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતા. જેનાં બીલો અને વાઉચર પણ ખોટા બનાવેલા હતા. ટૂંકાગાળામાં એકસાથે માતબર રકમ આવતાં જ પ્રિતેશને એમ હતું કે, કરોડપતિ થઈ ગયો છે.
જાેકે, અન્ય રૂપિયાનુ શુ કરવામા આવ્યુ તે હજુ સામે આવ્યુ નથી. પ્રિતેશના પણ આજે બુધવારે એક દિવસના રીમાંડ પુરા થતા સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. હજુ પણ જીઆઇએલનો અધિકારી જપન શાહ અને અમીન પોલીસથી ભાગતો ફરી રહ્યો છે. જપન શાહ ઝડપાયા પછી સમગ્ર કૌંભાડ ઉપરથી પડદો ઉચકાઇ શકે તેમ છે. જાેકે આ કેસમાં આરોપી પ્રીતેશ પટેલની કંપની સાથે કોઇ પણ પ્રકારની ડીલ કર્યા વિના તેના એકાઉન્ટમાં જીઆઇએલ કંપનીના ૫ આરોપી કર્મચારીઓએ ૨.૪૭ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. રૂચિ ભાવસાર એન્ડ કંપનીએ સોફ્ટવેર ખરીદવા બાબતે નાણાં જમાં કરાવ્યા હતા.
પરંતુ સોફ્ટવેર કંપની સાથે ડીલ કર્યા વિના જ રૂપિયા જમાં કરાવવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.જીઆઇએલ કચેરીમાં નોકરી કરતી રૂચિ ભાવસાર સહિત ૫ કર્મચારીઓએ સરકારનુ કરોડો રૂપિયાનુ ફૂલેકુ ફેરવી નાખ્યુ છે. એલસીબી પીઆઇ જે.એચ.સિંધવની ટીમ દ્વારા કૌંભાડ કેસમા અત્યાર સુધી ૭ લોકોની ધરપકડ કરી ચૂકી છે. ત્યારે પકડવામા આવેલા ધ બ્લેક બોક્ષ કંપનીના માલિકને ૨.૪૭ કરોડ રૂપિયા આપ્યા હતા. કંપનીના માલિકે કૌંભાડના રૂપિયા ઓફિસ ખરીદવા ૮૦ લાખ રૂપિયા બિલ્ડરને આપ્યા હોવાનુ તપાસમા સામે આવ્યુ છે.
Recent Comments