દિલ્હી હાઈકોર્ટે આજે યસ બેન્કના પૂર્વ એમડી તથા સીઈઓ રાણા કપૂરને જામીન આપી દીધા છે. કપૂરને ૪૬૬.૫૧ કરોડ રૂપિયાના મની લોન્ડ્રીંગ કેસમા ઈડીએ ધરપકડ કર્યા હતા. ઈડી યસ બેન્ક સાથે જાેડાયેલા મની લોન્ડ્રીંગ કેસની તપાસ કરી રહ્યું છે. પૂર્વ એમડી તથા સીઈઓ રાણા કપૂર પર પદનો દુરુપયોગ કરવા અને પોતાના પરિવારને લાભ પહોંચાડવાનો આરોપ છે.
આ મામલામાં સીબીઆઈએ માર્ચ ૨૦૨૦માં છેતરપીંડી તથા ગુનાહિત ષડયંત્ર કરવાનો મામલો નોંધ્યો હતો. તેના આધાર પર ઈડીએ તેમના વિરુદ્ધ મની લોન્ડ્રીંગનો કેસ નોંધ્યો છે. સીબીઆઈએ કપૂર તથા અવંતા ગ્રુપના પ્રવર્તક ગૌતમ થાપર વિરુદ્ધ સપ્ટેમ્બરમાં છેતરપીંડીના કેસમાં આરોપ પત્ર દાખલ કર્યું હતું. જાે કે, ગત વર્ષે ૨ જૂનના રોજ દાખલ કરેલી અરજીમાં કપૂરનું નામ સંદીગ્ધ રીતે સામેલ નહોતું. ત્યાર બાદ કૌભાંડની તપાસમાં તેમનું નામ ઊછળીને સામે આવ્યું હતું.
Recent Comments