વર્તમાન સમયમાં કોંગ્રેસના નાના-મોટા નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે તેનાથી કોંગ્રેસના કોઈપણ કાર્યકરો, આગેવાનો, ટેકેદારો, શુભચિંતકો કે મતદારોને નિરાશ થવાની જરૂરિયાત નથી, કારણ કે આવા નેતાઓને કોઈપણ જાતની વિચારધારા હોતી નથી માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ સાધવા માટે પક્ષ પલટો કરતા હોય છે આવા સતા લાલચું લોકોને કાર્યકરો કે ટેકેદારો કે મતદારો કે વિચારધારા સાથે કંઈ લેવાદેવા હોતી નથી, આવા સત્તા લાલચું, સ્વાર્થી, ડબલ ઢોલકી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાથી કોંગ્રેસ પાર્ટી સ્વચ્છ અને મજબૂત બનશે અને પાયાના સાચા કાર્યકરોને યોગ્ય સ્થાન મળશે, ઇતિહાસમાં પણ જ્યારે મહાભારત થયું ત્યારે કૌરવોની સેના વિશાળ હતી અને સૌ કોઈ કૌરવોની સેનામાં સામેલ હતા, છતાં પણ પાંડવો સામે કૌરવોની હાર થઈ અને વિનાશ થઈ ગયો કારણકે કૌરવો અધર્મના રસ્તે હતા જ્યારે પાંડવો ધર્મના રસ્તે હતા અને ભગવાન શ્રીકૃષ્ણ પણ પાંડવોના સારથી બનીને ધર્મની સાથે હતા, આ કળિયુગમાં કૌરવરૂપી ભાજપ પક્ષ અધર્મના રસ્તે છે અને તેની સેના મોટી છે અને સૌ કોઈ તેની સેનામા સામેલ થવા માંગે છે, પરંતુ પાંડવરૂપી કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે કારણકે પાંડવરૂપી કોંગ્રેસ પક્ષ ધર્મના રસ્તે છે અને ભગવાન શ્રીકૃષ્ણ પણ પાંડવરૂપી કોંગ્રેસની સાથે છે.
કૌરવો ભરતી મેળો કરીને ભલે પોતાની સેના મોટી કરે પરંતુ અંતે વિજય તો પાંડવોનો નિશ્ચિત થશે- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી


















Recent Comments