fbpx
અમરેલી

કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને વડીયા તાલુકાના ગામોમાં  લોક દરબાર યોજાયો

વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી – વડીયા – કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જિલ્લાના વડીયા તાલુકાના ખજૂરી, ખજૂરી પીપળીયા, મેઘા પીપળીયા, તરઘરી સહિતના વિવિધ ગામે સ્થાનિક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવાના ઉમદા ઉદ્દેશ સાથે લોક દરબારનું આયોજન કર્યુ હતુ. વિવિધ પડતર પ્રશ્નો અને મુદ્દાઓને લઈ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી, પ્રશ્નોના નિવારણ માટે શું કરી શકાય તે માટે આયોજન કરવા સૂચના આપી હતી.

આ ઉપરાંત સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ વધુમાં વધુ ઝડપે અને સારી રીતે આવી શકે તેવા હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તેમણે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચન આપી ગ્રામજનોને આ કામગીરીમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકાર ગામડાઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસને ધ્યાને રાખી નીતિનિર્ણયોનું ઘડતર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત  ગામડાઓ વિકાસની ગતિ સાથે તાલ મિલાવી આગળ આવે તેવા અભિગમ સાથે સૌ સાથે મળી વધુ સારી રીતે કામગીરી કરવામાં આવે તે જિલ્લાના વિવિધ વિસ્તારની પ્રગતિ માટે આવશ્યક છે.

Follow Me:

Related Posts