કૌશિક વેકરિયાએ અમરેલીને જોડતા રસ્તાઓને ચાર માર્ગીય કરવા માટે રાજ્ય સરકારના બજેટમાં સમાવેશ કરવા માટે મુખ્યમંત્રીને કરી રજૂઆત
અમરેલી જીલ્લામાંથી પસાર થતા ભારે વાહનોના કારણે શહેરના રાજ માર્ગો પર ટ્રાફિક સમસ્યાને લયને અવાર નવાર પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે જેના કારણે શહેર માં નાના મોટા અકસ્માતો થતા રહે છે આ પ્રશ્ને ને હાલ કરવા માટે અમરેલી જિલ્લાને જોડતા રસ્તાઓને ચાર માર્ગીય તેમજ મજબુતીકરણ અને અમરેલી શહેરના ટ્રાફિકને હળવો કરવા બાકી રહેલ રીંગ રોડને પૂર્ણ કરવા માટે અમરેલીનાં ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિક વેકરિયાએ અમરેલી થી લીલીયા (અંદાજીત ૧૮ કિ.મી.) ચાર માર્ગીય કરવા, અમરેલી જિલ્લાનો ચાવંડ – લાઠી (અંદાજીત ૨૮ કિ.મી.) પીપાવાવ પોર્ટ તરફ જતા હેવી વાહનોના કારણે ચાર માર્ગીય કરવા, અમરેલી થી ગાવકડા ચોકડી સુધીનો સ્ટેટ હાઇવે, જેમાં રાધેશ્યામ હોટલ બાયપાસથી ગાવકડા ચોકડી સુધીનો સ્ટેટ હાઇવે પહોંળો કરવા , અમરેલી શહેરના ટ્રાફિકને હળવો કરવા અમરેલીના હયાત રીંગ રોડને પૂર્ણ કરવા, નાના માસીયાળાથી થઇને રાધેશ્યામ હોટલ બાયપાસ સુધીનો નવો રોડ બનાવવા, અમરેલી – ભાવનગર – રાજકોટને જોડતા ચાર માર્ગીય રોડને જોડતો હયાત વલ્લભીપુર થી રંઘોળા રસ્તાને ચાર માર્ગીય કરવા માટે માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબને આગામી રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના બજેટમાં આ પ્રશ્નો નો સમાવેશ કરવા રજૂઆત કરી છે.
Recent Comments