અમરેલી

કૌશિક વેકરિયાના પ્રયત્નોથી અમરેલી ઠેબી રિવરફ્રન્ટ પાર્ક ડેવલપમેન્ટના પ્રથમ તબક્કાના 28 કરોડ રૂપિયાના કામ માટેના ડ્રાફ્ટ ટેન્ડર પેપર્સને મંજૂરી મળતા ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયાનો આરંભ થશે.

અમરેલીના યુવાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિક વેકરિયાની પ્રજાલક્ષી વિકાસની કાર્યરીતિની લોકમુખે ચોમેર પ્રશંસા થઈ રહી છે. ધારાસભ્યના અથાક પ્રયત્નોથી જિલ્લાને એક પછી એક વિકાસકામોની ભેટ મળી રહી છે. જેમાં વધું એક ભેટનો ઉમેરો થયો છે. અમરેલી નગરપાલિકા ખાતે ઠેબી રિવરફ્રન્ટ પાર્ક ડેવલપમેન્ટ (ફેઝ-1) પ્રોજેક્ટના કામ માટેના ડ્રાફ્ટ ટેન્ડર પેપર્સ રૂ. 28,06,81,085.00/- (રૂપિયા અઠ્ઠાવીસ કરોડ છ લાખ એક્યાસી હજાર પંચ્યાસી રૂપિયા) માટેના ટેન્ડરની રકમને તાજેતરમાં જ મંજૂરી મળી છે.

આ મંજૂરી મળતા હવે ઠેબી રિવરફ્રન્ટ પાર્ક ફેઝ -1 ના કામનું ટેન્ડર ટૂંક સમયમાં જ બહાર પડશે. આરસીસી રિટેનિંગ વોલ (તબક્કો- 1) ઠેબી રિવરફ્રન્ટ પાર્ક ડેવલપમેન્ટ માટે ઠેબી ડેમ પાસે કામનાથ મંદિર, અમરેલી ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ થનાર આ કામથી અમરેલી નગરના શહેરીજનોને માટે નવિન સુવિધાનો ઉમેરો થશે. એમ કૌશિક વેકારિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

Related Posts