ગુજરાત

ક્યાં હતું તંત્ર અત્યાર સુધી?? કેમ અત્યાર સુધી કોઈને ખબરજ ના પડી આ ગેમઝોન વિષે? અમદાવાદમાં ૩૪માંથી ૬ ગેમઝોન પાસે નહોતુ ફાયર એનઓસી કે બીયુ પરમીશન, હવે કરવામાં આવી કાર્યવાહી

રાજકોટના ટીઆરપી ગેમઝોનની આગ બાદ, રાજ્ય સરકારના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં ચાલતા ગેમ ઝોન સહિતના સ્થળોએ જરૂરી પરવાનગીની ચકાસણી કરવામાં આવી રહી છે. આવી તપાસમાં અમદાવાદમાં મોટી ચોકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદમાં ચાલતા ૩૪ ગેમ ઝોન પૈકી ૬ ગેમ ઝોન પાસે બીયુ પરમીશન તો નહોતું અને સાથે ફાયર વિભાગનું એનઓસી પણ નહોતું.

ત્રણ ગેમઝોન પાસે બિલ્ડિંગ યુઝ પરમીશન કે ફાયર એનઓસી જ નહોતુ.ગોતાના ફન ગ્રેટો પાસે બીયુ પરવાનગી છેજ નઈ નથી. નિકોલના ફન કેમ્પસ ગેમઝોન પાસે ફાયર ર્દ્ગંઝ્ર નથી. સાઉથ બોપલના જોયબોક્સ પાસે નથી મ્ેં પરવાનગી. ઘુમાના ફન ઝોન પાસે મ્ેં પરવાનગી કે ફાયર એનઓસી જ નહીં. જોધપુરના ગેમિંગ ઝોન પાસે પણ બિલ્ડિંગ યુઝ (બીયુ) કે ફાયર વિભાગનું નો ઓબ્જેક્શન સટિર્ફિકેટ (એનઓસી) નહીં. ચાંદલોડિયા જોય એન્ડ જોય માં પણ ફાયર અને મ્ેં પરમીશન નથી.

Related Posts