બોલિવૂડ

‘ક્યુંકી… સાસ માં, બહુ બેટી હોતી હૈં’ સિરીયલમાં અનેક માન્યતા ખોટી સાબિત થશે

સાસુ વહુના સંબંધો પર “સાસુ ક્યારેય માં કે વહુ ક્યારેય દિકરી નથી બની શકતી” જેવી અનેક કહેવત અને માન્યતાઓ હોય છે. જાે કે આ કહેવત અને માન્યતાને ખોટી સાબિત કરવા અલગ કહાની દર્શાવતી “ક્યુંકી… સાસ માં, બહુ બેટી હોતી હૈં” ટીવી સિરીયલ ઝી ટીવી પર આવી રહી છે. જેમાં સાસુનો અને વહુનો રોલ ખૂબ જ મહત્વનો છે. આ સિરિયલના કલાકારોનું કહેવું છે કે અત્યારસુધી સાસુ વહુના ઝગડા અનેક સિરીયલોમાં બતાવવામાં આવ્યા છે પણ હવે આ સિરીલય તેનાથી અલગ કહાની લઇને આવી રહી છે.

છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય દર્શકોનો પડઘો પાડતી વાર્તાઓ લાવ્યા બાદ ઝી ટીવી પર વધુ એક વિચારઉત્પ્રેરક કાલ્પનિક શો “ક્યુંકી… સાસ માં, બહુ બેટી હોતી હૈં” લઇને આવ્યું છે. આ વાર્તા દર્શકોને ગુજરાતમાં લઈ જાય છે, જ્યાં વાઇબ્રન્ટ નવરાત્રીની ઉજવણી થઈ રહી હોય છે. પણ સુરતના રાજગૌર પરિવારમાં તોફાન મચી ગયું હોય છે. જ્યાં સૌથી નાની વહુ હેતલ પરિવારની સંપતિમાં હિસ્સો માંગે છે અને તેના પતિની સાથે અલગ થવા ઇચ્છે છે.

આ અનઅપેક્ષિત ઘટનાથી પરિવારની સૌથી મોટી વહુ અને પરિવારની સર્વેસર્વા અંબિકા તૂટી જાય છે કેમકે તેની સૌથી પહેલી પ્રાથમિક્તા પરિવારને જાેડીને રાખવાની છે. “સાસુ ક્યારેય માં કે વહુ ક્યારેય દિકરી નથી બની શકતી” તે કહેવત અને માન્યતાને ખોટી સાબિત કરવા માટે અંબિકા એક અલગ જ પ્રકારનો ર્નિણય લે છે. જેમાં તેના ઘરના દરવાજે એક અનાથ બાળકી કેસરને કોઈ મૂકીને ગયું હોય તેને એક દિકરી તરીકે નહીં પણ વહુ તરીકે ઉછેરે છે. ગુરૌવદેવ ભલ્લા સ્ક્રીન્સ એલએલપી દ્વારા પ્રોડ્યુસ આ રસપ્રદ વાર્તા પ્રેક્ષકોને આકર્ષિત કરશે. માનસી જાેશી રોય અને નવિકા કોટિયા જેવા આકર્ષક કલાકારો સાથેની આ વાર્તા સુરત શહેરની પાશ્ચાદભૂ પર આધારીત છે. જેમાં માનસી જાેશી રોય અંબિકાનું પાત્ર કરી રહી છે.

જે માને છે કે નવા વિચારોની સાથે આગળ વધવું સારું છે, પણ આપણે આપણી વરસોથી ચાલ્યા આવતા સંસ્કારોને ક્યારેય ભૂલવા જાેઈએ નહીં. તે નાનપણમાં જ કેસરને દત્તક લે છે અને એવી આશા સાથે ઉછેરે છે કે, ભવિષ્યમાં જ્યારે તે બંને પુખ્ત થશે ત્યારે કેસરની મરજીથી તેના લગ્ન પોતાના દિકરા સાથે કરશે. તેઓએ વધુમાં જણાવ્યું કે આ શોએ તેના પ્રોમોથી જ દર્શકોમાં ઘણી ચર્ચા ઉભી કરી છે, જ્યાં અંબિકા એવી પ્રતિજ્ઞા લે છે કે, “ક્યુંકી… સાસ માં, બહુ બેટી હોતી હૈં”ના વિચારોને બદલાવશે. આ સિરીયલમાં અંબિકાના પાત્રમાં ઘણા સ્તર છે. અને અંબિકા જે ભાવનામાંથી પસાર થાય છે, તેમાં દર્શકો પણ જાેડાશે.” આ સિરીયલમાં કેસરનું પાત્ર કરનાર નવિકા કોટિયાનું કહેવું છે કે આ શોમાં જેમ-જેમ વાર્તા આગળ વધશે તેમ તેમ દર્શકો પણ પાત્રની સાથે જાેડાશે.દરેક માતા અને પુત્રવધુ છેલ્લે તો માં-દિકરી જ હોય છે તેનો સંદેશ પણ સમજી શકશે.

Related Posts