fbpx
બોલિવૂડ

“ક્યોંકિ સાસ ભી કભી વહુ થી”.. ફેમ અભિનેતા વિકાસ સેઠીનું હાર્ટ એટેકથી નિધન થયું

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારો સમાચાર સામે આવી રહ્યા છે. ક્યોંકિ સાસ ભી કભી વહુ થી સહિત અનેક ટીવી સિરીયલમાં કામ કરી ચૂકેલા અભિનેતા વિકાસ સેઠીનું ૪૮ વર્ષની ઉંમરે મૃત્યું થયું છે.અભિનેતાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. વિકાસ સેઠી વર્ષ ૨૦૦૦ દરમિયાન ઘરે ઘરે ફેમસ હતા. તેમણે ક્યોંકિ સાસ ભી કભી બહુથી, કહી તો હોગા, સહિત અનેક ટીવી સિરીયલમાં કામ કર્યું હતુ. વિકાસ અનેક ટીવી સિરીયલ તેમજ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો હતો.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, વિકાસ સેઠીએ માત્ર ૪૮ વર્ષની ઉંમરમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે દુનિયાને અલવિદા કહી દીધું. સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે. વિકાસ સેઠી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ હતા. તે હંમેશા તેમની પત્ની જાહ્નવી સેઠી અને જુડવા બાળકોના ફોટો અને વીડિયો શેર કરતો હતો. તેમણે છેલ્લી પોસ્ટ ૧૨ મેના રોજ કરી હતી. જેમાં તે પોતાની માતા સાથે જાેવા મળી રહ્યો છે. અભિનેતાએ પોતાની પૂર્વ પત્ની અમિતા સાથે ડાન્સ રિયાલિટી શો, નચ બલિયે ૩માં ભાગ લીધો હતો. તે કભી ખુશી કભી ગમ ફિલ્મોમાં પણ જાેવા મળ્યા હતા. તેમણે કરિનાનો મિત્ર રોબીનું પાત્ર નિભાવ્યું હતુ. તેમજ તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું હતુ.

Follow Me:

Related Posts