fbpx
ગુજરાત

ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં “આત્મીય ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ”દ્વારા મેડિકલ વાન લોકાર્પણ એવમ ફ્લોરેન્સ નાઇન્ટીગેલ ફોટો અનાવરણ

વડોદરા ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં “આત્મીય ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા મેડિકલ વાન લોકાર્પણ કરાયું અને યુદ્ધ માં ધાયક સેનિક ની  ફાનસ ના અજવાળે અવિરત સેવા કરનાર જેમના નામ થી નર્સ દિવસ ઉજવાય છે તેવા ફ્લોરેન્સ નાઇન્ટીગેલ નો ફોટા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી અને મહાનુભવો એ દીપ પ્રાગટય કરી કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો  જન શિક્ષણ આરોગ્ય નું સુંદર કાર્ય કરતી સંસ્થા આત્મીય ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત આ સેવાયજ્ઞ માં મેડિકલ વાન દૂરસદુર વેરાન વગડા ઓમાં જઇ ને દર્દી નારાયણો ને ઘેર બેઠા સારવાર આપી શકશે આ કાર્યક્રમ માં પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરી માં ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મીતજી  દ્વારા મેડિકલ વાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ વાન ગામડાઓમાં જઈને તબીબી સેવાઓ આપશે. મુખ્ય નોંધમાં સ્વામીજીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે કોરોના અને અન્ય બિમારીઓ પર વિજય મેળવી શકાય છે દવા દ્વારા તથા તર્કસંગત વિચાર અને શિક્ષણ મોટાભાગની સમસ્યાઓમાંથી બચાવી શકે છે. આ તકે ડૉ.અનિલ ધીરુભાઈ મિસ્ત્રી અને સલામતી ના જગદીશભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં મેડિકલ વાન લોકાર્પણ એવમ ૧૮૩૭ ના  મુક સેવક ફ્લોરેન્સ નાઇન્ટીગેલ ફોટો અનાવરણ કરી તેમના જીવન કવન ને વકત્વ દ્વારા ક્રાંતિકારી સ્વામી એ તાદ્રશ્ય કર્યું હતું 

Follow Me:

Related Posts