ગુજરાત

ક્રાઇમ બ્રાન્ચે વધુ ૧૦ બાળકોને રેસ્કયૂ કર્યાવિવિધ વિસ્તારમાં બાળકો પાસે ભીખ મગાવાના રેકેટનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, શહેરના વિવિધ વિસ્તારમાં બાળકો પાસે ભીખ મગાવાના રેકેટ ને પકડવામાં આવ્યું છે, ક્રાઇમ બ્રાન્ચે વધુ ૧૦ બાળકોને રેસ્કયૂ કર્યા છે. આ તમામ બાળકોને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આદેશથી આ બાળકોનું પુનર્વસન કરવાની પ્રક્રિયા પણ શરુ કરાઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા બચાવેલા આ તમામ બાળકોને તબીબી તપાસ માટે દાખલ કરાયા છે સાથેજ તેમના કસ્ટોડિયન અને વચેટિયા સામે કેસ નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. રેસ્ક્યૂ કરાયેલા બાળકોને શાળામાં દાખલ કરવામાં આવશે.

Related Posts