ગુજરાત

ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી વિદેશી દારુનો મોટો જથ્થો ઝડપી લીધો

અમદાવાદ શહેરમાં પોલીસને પડકાર ફેંકી બુટલેગરો દારૂનો ધીકતો ધંધો કરી રહ્યાં છે. ત્યારે હવે બુટલેગરોએ છસ્ઝ્રના મલ્ટિલેવલ પાર્કિંગને જ દારૂનો અડ્ડો બનાવ્યો છે. કોર્પોરેશનના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો છે. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે નવરંગપુરામાં મલ્ટિલેવલ પાર્કિંગમાં દરોડો પાડતા કારમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. દરોડામાં ૯૧૮ દારૂની બોટલ અને ૯૬ બીયરના ટીન મળીને ૧.૩૩ લાખનો દારૂ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે દારૂ તથા વૈભવી કાર સહિત ૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ પાર્કિંગમાં મોંઘીદાટ ગાડીઓ રાખીને તેમાં જ દારૂને સંતાડી રાખતા હતા અને ત્યારબાદ ત્યાંથી ગ્રાહકોને ડિલિવરી આપતા હતા.

Related Posts