fbpx
સૌરાષ્ટ - કચ્છ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પત્નિ રિવાબાએ રાજકોટમાં કોરોના રસી લીધી

ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને તેની પત્ની રિવાબાએ રાજકોટમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. પ્રથમ ડોઝ લીધાની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ કરી છે. બંનેને વેક્સિન સુરક્ષિત છે અને લોકોએ વેક્સિન અવશ્ય લેવી જાેઈએ તેવી અપીલ પણ કરી હતી. રાજકોટમાં ૨૪ કલાકમાં ૩૭ દર્દીના મોત નીપજ્યા છે. જાેકે આ અંગે આખરી ર્નિણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા ૩૮૮૬૯ પર પહોંચી છે તેમજ અલગ અલગ હોસ્પિટલમાં ૨૬૨૪ દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે ગુરૂવારે ૪૦૯ દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલ હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ રહેલા દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે.

Follow Me:

Related Posts