ક્રિતી સેનનને સ્ટુડન્ટ ઓફ ધ યરના ઓડિશનમાં રિજેક્ટ કરાઈ હતી

કરણના આ શોના આગામી એપિસોડમાં ટાઈગર શ્રોફ અને ક્રિતિ સેનન જાેવા મળવાના છે. આ શો આગામી ગુરુવારે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ શોનું ટિઝર સામે આવ્યું છે. જેમાં ક્રિતિએ ખુલાસો કર્યો હતો કે, તેણે કરણની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ માટે ઓડિશન આપ્યું હતું અને તેને રિજેક્ટ કરવામાં આવી હતી. કરણ અને ટાઈગર ક્રિતિના આ સ્ટેટમેન્ટથી દંગ રહી ગયા હતા. ક્રિતિના સ્થાને આ ફિલ્મમાં આલિયા ભટ્ટને કાસ્ટ કરવામાં આવી હતી. આલિયાની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવનને મુખ્ય રોલમાં ચમકાવતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થઈ હતી અને ક્રિતિએ ટાઈગર સાથે ફિલ્મ ‘હિરોપંતી’ થી ડેબ્યૂ કર્યું હતું અને આ બંને સ્ટાર્સે પહેલી જ ફિલ્મમાં તેમની આગવી અભિનય ક્ષમતાથી બોલિવૂડમાં શાનદાર એન્ટ્રી કરી હતી.
કરણના આ શોમાં અગાઉ પણ ક્રિતિ અને ટાઈગર આવી ચૂક્યા પણ તે સમયે તે બંનેએ અલગ-અલગ એપિસોડમાં ભાગ લીધો હતો. આ વર્ષે આ શોની સાતમી સીઝનમાં આલિયા ભટ્ટ-રણવીર સિંહ, અક્ષય કુમાર -સામંથા રૂથ પ્રભુ, જહાન્વી કપૂર- સારા અલી ખાન, અનન્યા પાંડે- વિજય દેવરકોન્ડા, આમિર ખાન -કરીના કપૂર, શાહિદ કપૂર-કિયારા અડવાણી, અર્જુન કપૂર- સોનમ કપૂર જાેડીમાં સાથે જાેવા મળ્યા હતા અને આગામી ગુરુવારે રિલીઝ થનારા ‘કોફી વિથ કરણ’ ના એપિસોડમાં ટાઈગર અને ક્રિતિ મસ્તની સાથે ઈન્ડસ્ટ્રી અને એકબીજાના અનેક રાઝ ખોલતા નજર આવશે. આ ચેટ શો હંમેશા રિયાલિટી શો બિગ બોસની જેમ વિવાદોનું ઘર રહ્યો છે અને આ શોનો કરણના વિરોધીઓ માટે હંમેશા વિરોધ કરતા રહે છે.
આ વિશે રિએક્શન આપતા કરણે કહ્યું હતું કે, મને એ નથી સમજાતું કે આ વિરોધ કયા પ્રકારનો છે. મારા વિરોધીઓને શો ગમે છે એ માટે તો તેઓ જુએ છે અને એપિસોડ જાેઈને તેમાંની કેટલીક કલીપ વાયરલ કરીને મજાક ઉડાવતા અને વિરોધ કરતા ફરે છે. જાે હું તેમને નથી જ ગમતો તો મારો શો શું કરવા જુએ છે? આ શો એક એન્ટરટેઈનેમેન્ટ શો છે અને અમે ફિલ્મોની અને પર્સનલ લાઈફની થોડી વાતો કરીને છૂટા પડીએ છીએ. તેમાં વિરોધ ક્યાંથી આવે છે તે મને નથી સમજાતું.
Recent Comments