રોકાણના એક વિકલ્પ તરીકે માન્યતા મળવાની સાથે તેના ઉપર ટેક્સ પણ આકરવામાં આવશે. આ મુજબ, વ્યવહારની સેવાઓ ઉપર જીએસટી અને રોકાણના નફા ઉપર ઇન્કમ ટેક્સ ગણવામાં આવે એ પ્રકારે કાયદાકીય ખરડામાં જાેગવાઈ કરવામાં આવી રહી છે. કેટલા ટકા જીએસટી કે ઇન્કમ ટેક્સ લાદવામાં આવશે તે અંગે હજી ચર્ચા ચાલુ છે. ભારતમાં લગબગ રૂપિયા છ લાખ કરોડનું રોકાણ વિવિધ ડીજીટલ ચલણમાં થયું હોય શકે છે. આ અંદાજ અનુસાર દેશમાં ડીજીટલ ચલણમાં ખરીદ કે વેચાણ કરતા હોય તેવા ૧૦ કરોડ એકાઉન્ટ છેભારત સરકાર બહુ જ ઝડપથી દેશમાં ક્રિપ્ટોકરન્સીને કાયદેસર બનવવાની દિશામાં આગળ વધી રહી હોય તે રીતે પાટનગર નવી દિલ્હીમાં ગતિવિધિઓ જાેવા મળી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિરોધ વચ્ચે પણ હવે ભારતમાં ડીજીટલ ચલણ કે ક્રિપ્ટોકરન્સીનો સ્વીકાર કરવો પડે, તેને અટકાવી શકાય નહી એવો બહુમત વ્યૂહ બની રહ્યો છે. આગામી દિવસોમાં સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન કે નિયંત્રણ અંગે ખરડો રજૂ કરવા માટે સરકાર તૈયારી કરી રહી છે જેના ભાગરૂપે સંસદની ફાઈનાન્સ વિભાગની સ્ટેન્ડિંગ કમિટીની આજે વિવિધ પક્ષકારો સાથે બેઠક થઇ હતી જેમાં એવો મત મળ્યો હતો કે તેના ઉપર પ્રતિબંધ મુકવો હવે શક્ય નથી, નિયંત્રણ લાવવા અંગે જ વિચારણા થવી જાેઈએ. મોદી સરકારના પૂર્વ રાજ્યકક્ષાના નાણામંત્રી જયંત સિંહાના અધ્યક્ષપદે આજે સમિતિની બેઠકમાં ક્રિપ્ટોે ફાયનાન્સઃ તક અને પડકારો અંગે વિવિધ પક્ષોએ પોતાના મત રજુ કર્યા હતા.આ બેઠકમાં હાજર ઘણા સભ્યો આ પ્રકારના ચલણ ઉપર નિયંત્રણ કે નિયમ આવે તેની તરફેણ કરી પણ તેના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો વિરોધ કર્યું હતો. ભારતમાં અત્યારે ક્રિપ્ટોેકરન્સી ઉપર કોઇપણ પ્રકારના નિયંત્રણ નથી, આ ચલણ ખરીદવા કે વેચવાની સવલત આપતા એક્સચેન્જ ઉપર પણ કોઈ સંસ્થા કે સરકારી એજન્સીનું નિયંત્રણ નથી. એક વ્યક્તિથી બીજા વ્યક્તિ વચ્ચે મધ્યસ્થી વગર આ ડીજીટલ ચલણ ટ્રાન્સફર થઇ શકતા હોય, તેને કોઈપણ દેશની સરકાર કે સેન્ટ્રલ બેન્કે ચલણ તરીકે માન્યતા નહી આપી હોવાથી તેનો ગેરઉપયોગ, બ્લેક માર્કેટિંગ, ડ્રગટ્રાફિકિંગમાં ઉપયોગ શક્ય હોય એવી ચર્ચા વચ્ચે આ બેઠક થઇ હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિયંત્રણ મુકવાની અને ક્રિપ્ટોેકરન્સીનો ગેરઉપયોગ રોકવાની આગાઉની બેઠકમાં તરફેણ કરી હતી જાેકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ ૨૦૧૪થી દેશમાં આવા ચલણનો વિરોધ કર્યો છે અને સમયાંતરે તેનાથી દુર રહેવા લોકોને સલાહ આપી છે. સરકાર સમક્ષ તા. ૫ ફેબ્રૂઆરીના રોજ પોતાની આંતરિક કમિટીની રચના કરી સરકાર સમક્ષ આ પ્રકારના ચલણ અને તેના વ્યવહાર અંગે ચિંતાઓવ્યક્ત પણ કરી છે. આરએસએસના વડા મોહન ભાગવતે પણ આવા ડીજીટલ ચલણ ઉપર કોનું નિયંત્રણ છે અને ભારત સરકારે આ અંગે વિચારવું જાેઈએ એવી ટકોર ગત મહીને કરી હતી. જાે કે,દેશમાં ચાલતા ક્રિપ્ટોેકરન્સી એક્સચેન્જ અને અન્ય સંબંધિત લોકો અનુસાર ભારતમાં લગબગ રૂપિયા છ લાખ કરોડનું રોકાણ વિવિધ ડીજીટલ ચલણમાં થયું હોય શકે છે. આ અંદાજ અનુસાર દેશમાં ડીજીટલ ચલણમાં ખરીદ કે વેચાણ કરતા હોય તેવા ૧૦ કરોડ એકાઉન્ટ છે. અહી ઉલ્લેખનીય છે કે શેરબજારમાં રોકાણ કરતા હોય તેવા આઠ કરોડ રોકાણકારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપર નોંધાયેલા છે. આવી જ રીતે એવો પણ વ્યૂહ બન્યો હતો કે ક્રિપ્ટોકરન્સીના ઉત્પાદન અને તેના વ્યવહારિક જીવનમાં ઉપયોગ વચ્ચે એક મોટી ભેદરેખા હોવી જાેઈએ જેથી તેમાં ખરીદી અને વેચાણ અને તેના વ્યવહારના ચલણની દુનિયા અલગ રહી શકે. ચલણનો ઉપયોગ તેનું પ્રિન્ટીંગ એ દેશની સાર્વભૌમત્વની વાત છે જયારે ક્રિપ્ટોેકરન્સી એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે માત્ર એક્સચેન્જ થકી ખરીદ વેચાણ કરનાર જ તેનું મુલ્ય નક્કી કરી શકે.
ક્રિપ્ટોકરન્સીના નિર્ણય મુદ્દે સરકારમાં દુવિધા ઉભી થઈ

Recent Comments