ટીવી પરદેથી ફિલ્મી પરદે આવેલી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝાની બીજી ફિલ્મ આવી રહી છે. ચહેરેમાં તેને અમિતાભ બચ્ચન, ઇમરાન હાસમી સહિતના સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળી હતી. હવે તે ‘વિસ્ફોટ’માં ફરદીન ખાન અને રિતેશ દેશમુખ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યું છે. સંજય ગુપ્તા અને ભૂષણ કુમાર નિર્મીત આ ફિલ્મ ૨૦૧૨માં આવેલી વેનેઝુએલાની ‘રોક, પેપર એન્ડ સિઝર્સ’ની હિન્દી રીમેક છે. નિર્દેશન કુકી ગુલાટી કરી રહ્યા છે. આ ફિલ્મ મળતાં ખુશી વ્યકત કરી ક્રિસ્ટલે કહ્યું હતું કે એક એકટર તરીકે આનાથી વધુ ખુશીની વાત બીજી શું હોઇ શકે.
ક્રિસ્ટલ ડિસોઝા હવે ‘વિસ્ફોટ’ ફિલ્મમાં જાેવા મળશે

Recent Comments