fbpx
ગુજરાત

ક્રુડના ભાવ ત્રણ ટકા તૂટી ત્રણ મહિનાના તલીયે ઉતર્યા

ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૨૦૦૦ ગબડયા ઃ રૂપિયો તૂટતાં સોનું ઉંચકાયું

વિશ્વબજારમાં ક્રુડના ભાવ આજે ત્રણ ટકા તૂટી ત્રણ મહિનાના તલીયે ઉતર્યા હતા. વૈશ્વિક સ્તરે ડેલ્ટા વાયરસનો ઉપદ્રવ વધતાં ક્રુડતેલ તથા કોપરના ભાવ પર નકારાત્મક અસર પડી હતી. માગ ઘટવાની ભીતી બતાવાઈ રહી હતી. ક્રૂડતેલના ભાવ આજે તૂટતાં ન્યુયોર્ક ક્રૂડના ભાવ ઘટી બેરલના સાંજે ૬૩.૨૮ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટી ૬૬.૧૯ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ગેસોલીનનો સ્ટોક વધતાં તેની અસર પણ ક્રૂડના ભાવ પર જાેવા મફ્રી હતી.
મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. બેન્ક હોલીડેના પગલે બુલીયન બજાર બંધ હતી પરંતુ બંધ બજારે સોનાના ભાવ વધી આવ્યા હતા જ્યારે ચાંદીના ભાવ નરમ બોલાઈ રહ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૮૦૦ તૂટી રૂ.૬૪૦૦૦ બોલાતા હતા.

અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૨૦૦૦ તૂટયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ જાેકે આજે સાંજે ઉંચેથી ધીમા ઘટાડા વચ્ચે ંઔંશના ૧૭૮૭થી ૧૭૮૮ ડોલર રહ્યાના સમાચાર હતા. અમેરિકામાં સરકાર દ્વારા કરાતા બોન્ડ બાઈંગમાં આગફ્ર ઉપર ઘટાડો કરાશે એવી શક્યતા ચર્ચાતી થતાં વિશ્વબજારમાં ડોલર વધ્યો હતો સામે સોનાના ભાવ ઘટયા હતા.

મુંબઈ કરન્સી બજાર આજે સત્તાવાર બંધ રહી હતી. પરંતુ બંધ બજારો રૂપિયા સામે ડોલરના ભાવ ઉછફ્રી રૂ.૭૪.૪૦થી ૭૪.૪૨ બોલાઈ રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યં હતું. દરમિયાન, વિશ્વબજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૨૩.૭૦થી ૨૩.૭૧ ડોલરવાફ્રા ઘટી આજે ૨૩.૩૬થી ૨૩.૩૭ ડોલર બોલાયા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ આશરે ત્રણ ટકા તૂટતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર આજે નેગેટીવ પડી હતી.મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૪૭૦૮૭ વાફ્રા જાેકે રૂ.૪૭૨૦૦ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૭૭૨૬ વાફ્રા રૂ.૪૭૪૦૦ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે કિલોના જીએસટી વગર રૂ.૬૩૩૪૧ વાફ્રા રૂ.૬૨૫૫૦ રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ આજે ૯૯.૫૦ના રૂ.૪૮૯૦૦ તથતા ૯૯.૯૦ના રૂ.૪૯૧૦૦ રહ્યા હતા.

વિશ્વબજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૯૯૯થી ૧૦૦૦ ડોલરવાફ્રા વધુ તૂટી ૯૬૭થી ૯૬૮ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૨૪૭૪થી ૨૪૭૫ ડોલરવાફ્રા વધુ ગબડી આજે ૨૩૩૨થી ૨૩૩૩ ડોલર રહ્યાના સમાચાર હતા. કોપરના ભાવ તૂટતાં પ્લેટીનમ તથા પેલેડીયમ ઉપરાંત ચાંદીના ભાવ પર નબફ્રાઈની અસર પડી હતી. કોપરના વૈશ્વિક ભાવ આજે સાંજે ૨.૫૫થી ૨.૬૦ ટકા માઈનસમાં ચાલી રહ્યા હતા. કોપરના ટનના ભાવ તૂટી ૯૦૦૦ ડોલરની અંદર જતાં ચાર મહિનાના તફ્રીયે પહોંચ્યા હતા.

Follow Me:

Related Posts