ક્રૂઝ પર ૮૦૦ લોકો કોરોના પોઝિટિવ થતાં ખળભળાટ મચ્યો,કંપનીએ આ પગલું ભરવું પડ્યું
એક હોલિડે ક્રુઝ પરના ૮૦૦ મુસાફરો કોરોના પોઝિટિવ થયા પછી જહાજને ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ડોક કરવામાં આવ્યું છે. બીબીસીના જણાવ્યા અનુસાર, ન્યુઝીલેન્ડથી રવાના થઈને સર્ક્યુલર ક્વે પર પહોંચેલા મેજેસ્ટીક પ્રિન્સેસ ક્રૂઝ શિપમાં લગભગ ૪,૬૦૦ મુસાફરો અને ક્રૂ સવાર હતા, જેમાંથી દર પાંચમાંથી એક મુસાફરોને કોરોના હતો. ક્રુઝ ઑપરેટર કાર્નિવલ ઑસ્ટ્રેલિયાના પ્રમુખ માર્ગુરેટ ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું હતું કે ૧૨ દિવસની સફરના અધવચ્ચે મોટી સંખ્યામાં કેસ શોધવાનું શરૂ થઈ ગયું છે. મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા બાદ જહાજમાં હલચલ મચી ગઈ હતી , ત્યારબાદ જહાજને સિડનીમાં રોકવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. માર્ગુરાઇટ ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું હતું કે તમામ કેસો હળવા અથવા એસિમ્પટમેટિક હતા. તેમણે કહ્યું કે ‘સ્ટાફ એવા તમામ મહેમાનોને મદદ કરશે કે જેમણે ક્વોરિટીનનો સમયગાળો પૂરો કરવા માટે ખાનગી પરિવહન અને આવાસ સુધી પોઝિટિવ ટેસ્ટ કર્યો છે.
જહાજ ટૂંક સમયમાં મેલબોર્ન માટે રવાના થશે. તમને જણાવી દઈએ કે ૨૦૨૦ની શરૂઆતમાં આ જ કંપનીના રૂબી પ્રિન્સેસ ક્રૂઝ શિપમાં ઓછામાં ઓછા ૯૦૦ લોકોને કોરોના થયો હતો, જેમાં ૨૮ લોકોના મોત થયા હતા. હવે ફરી ૮૦૦ લોકોના કોરોના પોઝિટિવ આવતા અનેક સવાલો ઉભા થયા છે. જ્યારે મેજેસ્ટિક પ્રિન્સેસ અને રૂબી પ્રિન્સેસ વચ્ચેની સરખામણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે ફિટ્ઝગેરાલ્ડે કહ્યું, ‘ત્યારથી, અમે એક સમુદાય તરીકે ઘણું શીખ્યા છીએ, કોવિડ વિશે ઘણું જાણવા જેવું છે. ઓસ્ટ્રેલિયામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ન્યુ સાઉથ વેલ્સમાં શુક્રવારથી સાત દિવસમાં ૧૯,૮૦૦ નવા કેસ નોંધાયા છે.
Recent Comments