રાષ્ટ્રીય

ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની જર્મનીમાં અટકાયત, શું છે સમગ્ર મામલો?.. જાણો

જળવાયું કાર્યકર્તા ગ્રેટા થનબર્ગની જર્મનીમાં લુએત્ઝેરથમાં એક કોલસા ખાણના વિસ્તારના વિરોધ પ્રદર્શન દરમિયાન મંગળવારે પોલીસે અટકાયત કરી. પોલીસે ગ્રેટા સાથે અન્ય જળવાયુ કાર્યકર્તાઓની પણ અટકાયત કરી. જર્મન પોલીસના હવાલ સીએનએન સંલગ્ન એનટીવીએ આ માહિતી આપી. પોલીસનું કહેવું છે કે ગ્રેટા થનબર્ગને થોડીવાર અટકાયતમાં રાખ્યા બાદ છોડી મૂકવામાં આવી. પોલીસે જણાવ્યું કે કોલસા ખાણના વિસ્તાર માટે રસ્તો બનાવવા લુએત્ઝેરથ ગામને ઉજાડવાના વિરોધમાં જળવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગને અન્ય કાર્યકર્તાઓ સાથે અટકાયતમાં લેવાઈ હતી. પોલીસે ચેતવણી આપી હતી કે જાે કાર્યકર્તાઓ ખાણના કિનારેથી નહીં હટે તો તેમને જબરદસ્તીથી હટાવવામાં આવશે.

જર્મન સમાચાર એજન્સી ડીપીએએ જણાવ્યું કે યુરોપીન ઉર્જા કંપની આરડબલ્યુઈ (ઇઉઈ) ના સ્વામિત્વવાળી ગાર્જવીલર લિગ્નાઈટ કોલ માઈનના કોલસા ખાણના વિસ્તાર માટે રસ્તો બનાવવા એક ગામને ઉજાડવા વિરુદ્ધ સેંકડો જળવાયુ કાર્યકર્તાઓએ મંગળવારે પશ્ચિમી જર્મનીમાં પોતાનું પ્રદર્શન શરૂ કરી દીધુ. ગામથી લોકોના નિષ્કાષનની પ્રક્રિયા પૂરી થયા બાદ ઇઉઈ એ ગામની ચારેબાજુ વધુ ૧.૫ કિલોમીટરની પરિધિમાં વાડ બનાવવાની યોજના બનાવી છે. જેથી કરીને ગામની ઈમારતો, ગલીઓ અને સીવરોને ધ્વસ્ત કરતા પહેલા ગામને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવે. જર્મનીના પશ્ચિમી રાજ્ય ઉત્તરી રાઈન વેસ્ટફેલિયાના એક સામને ખાાણના વિસ્તારની મંજૂરી આપવા માટે સાફ કરવામાં આવી રહ્યું છે.

ખાણના માલિક ઇઉઈ ની સરકાર સાથે સમજૂતિ થઈ છે કે કોલસાને ઝડપથી બહાર કાઢવા તથા મૂળ રીતે વિનાશ માટે નિર્ધારિત પાંચ ગામને બચાવવાના બદલામાં તેઓ લુએત્ઝેરથ ગામને ધ્વસ્થ કરી શકે છે. આ પ્રદર્શન બે દિવસ બાદ ફરી શરૂ થયું જ્યારે ગામની નીચેની એક સુરંગમાં છૂપાયેલા અંતિમ બે કાર્યકરોને સાઈટથી હટાવવામાં આવ્યા. જળવાયુ કાર્યકરોનું કહેવું છે કે જર્મનીએ વધુ લિગ્નાઈટ કે ભૂરા કોલસાનું ખનન કરવું જાેઈએ નહીં. તેની જગ્યાએ રિન્યુએબલ એનર્જીના વિસ્તાર પર ધ્યાન આપવું જાેઈએ. બુલડોઝરોની સાથે આવેલી પોલીસે ગત સપ્તાહ આ ગામની ઈમરાતોથી કાર્યકરોને હટાવી દીધા હતા અને ગામને સંપૂર્ણ રીતે સીલ કરી દીધુ હતું.

રસ્તાઓ પરથી વિરોધીઓને હટાવ્યા હતા અને ટ્રી હાઉસ અને ઈમારતો પર બુલડોઝર ચલાવ્યું હતું. ગત સપ્તાહના અંત સુધી ગણ્યાગાંઠ્‌યા કાર્યકરો ટ્રીહાઉસ અને એક ભૂગર્ભ સુરંગમાં બચ્યા હતા. પરંતુ થનબર્ગ સહિત અન્ય દેખાવકારો મંગળવારે ધરણા પર બેસી ગયા. સીએનએનએ જણાવ્યું કે કોલસા ખાણનો વિસ્તાર જળવાયુ કાર્યકરો માટે મહત્વપૂર્ણ છે. તેમનો તર્ક છે કે ઉર્જા માટે કોલસાને બાળવાનું ચાલુ રાખવાથી પૃથ્વીના વોર્મિગ ઉત્સર્જનમાં વધારો થશે અને વૈશ્વિક તાપમાન વૃદ્ધિને પૂર્વ ઔદ્યોગિક સ્તરથી ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરવાની પેરીસ જળવાયુ સંધિની મહત્વકાંક્ષાનો ભંગ થશે. લિગ્નાઈટ સૌથી વધુ પ્રદૂષણ ફેલાવનારો કોલસો છે. આ સૌથી વધુ પ્રદૂષણ ફેલાવનારું જીવાશ્મિ ઈંધણ છે.

Related Posts