ક્લેક્ટરની અધ્યક્ષતામાં પ્રવાસન વિકાસ સમિતિની બેઠક મળી
કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં આજે જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક મળી હતી. કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સૌ અધિકારીઓ સાથે સમગ્ર જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે વધુ વિકાસ કરવા અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે આગામી દિવસોમાં ભુરખીયા હનુમાનની સાથે સાથે અમરેલી શહેરના આભૂષણ સમાન રાજમહેલ, નાના ભંડારીયાના અંબાજી માતાના મંદિર, બગસરાના સુડાવડના ખોડિયાર મંદિર અને સાવરકુંડલાના મિતીયાળાનો પણ વિકાસ કરવાનું આયોજન કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, નિવાસી અધિક કલેકટર શ્રી આર. વી. વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વિશાલ સક્સેના, રાજ્ય અને પંચાયતના માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, સિંચાઈ તેમજ વન વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments