ક્ષત્રિય આંદોલનમાં પદ્મિનીબાએ PM મોદીનું સમર્થન કર્યું
ક્ષત્રિય સંકલન સમિતિ હવે કોંગ્રેસ સંકલન સમિતિ બની છે. સંકલન સમિતિ રાજકીય હાથ બની ગઇ છે. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો સામે આ સણસણતા આરોપો લગાવ્યા છે ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળાએ. રાજકોટમાં પત્રકાર પરિષદનું આયોજન કરીને પદ્મિનીબાએ સૌથી મોટો ધડાકો કર્યો છે. પદ્મિનીબાએ સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવ્યા અને રાહુલ ગાંધીના નિવેદન મામલે કેમ હવે ચૂપ છે જેવા સવાલો કર્યા હતા. પદ્મિનીબા વાળાએ આગળ પણ કહ્યું હતુ કે, મોદી સાહેબ હિન્દુત્વ અંગે કરેલા કાર્યોને આપણે ભૂલવા જાેઈએ નહીં. સંકલન સમિતિના ૪-૫ તત્વો પોતાના રોટલા શેકે છે. સંકલન સમિતિ સારુ કામ કરનારાઓને સાઈડ લાઈન કરે છે. આમ પદ્મિનીબાએ પીએમ નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યુ હતુ અને સંકલન સમિતિ સામે જ સવાલો ઉઠાવ્યા હતા.
Recent Comments