ખંત, ખુમારી અને ખાનદાનીનું પ્રતીક જોગીદાસ ખુમાણના સ્ટેચ્યુને આખરી ઓપધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા શૂરવીરતા પ્રતીકનું કર્યું જાત નિરીક્ષણ
ખાનદાની અને બહાદુરીથી ભાવનગર સ્ટેટ સામે બહારવટુ ખેલીને ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલા જોગીદાસ ખુમાણની સાવરકુંડલા નગરપાલિકાના પ્રાંગણમાં સંત અને શૂરાનું સ્ટેચ્યુ મુકાઇ તે માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા અમદાવાદ ખાતે શિલ્પકાર મયુર વકાણી દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટેચ્યુનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાવરકુંડલા ની નાવલી નદી નું પાણી અગ્ળાજ કરીને એક લડાયક નેતૃત્વ સાથેની ખમીરવંતી ખાનદાનીની અદભુત મિસાલ કાયમ કરેલા સાવરકુંડલાની ભૂમિના લડાયક લડવૈયા જોગીદાસ ખુમાણની કાયમી સ્મૃતિઓ અકબંધ જળવાઈ રહે તેવા હેતુને સાર્થક કરવાના સાવરકુંડલા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા વીર સપૂત જોગીદાસ ખુમાણનું સ્ટેચ્યુ આકાર પામ્યું હોય તેનું જીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું હતું ને કાઠી સમાજની લાગણીઓ અને માંગણીઓ ધારાસભ્ય મહેશ કસવાળા અંગત રસ લઈને કરતા હોવાની પ્રતીતિ કાઠી સમાજના મોભીઓ સ્વીકારી રહ્યા છે.
Recent Comments