ખંભાતના ૫ મિત્રો દર્શન કરી પરત ફરતા અકસ્માતમાં ૩ના મોત
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઉંદેલ ગામના કિશનભાઇ પંકજભાઇ પટેલ, શંશાકભાઇ મહેશભાઇ પટેલ, કૃષિલભાઇ વિપુલભાઇ પટેલ, હર્ષિદભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ભરતભાઇ પટેલ કાર લઇને ઉજ્જૈનના ભગવાન મહાકાલના દર્શન કરવા ગયા હતા. ઉજ્જૈન મંદિરે દર્શન કરીને ૫ યુવાનો કાર લઇને ખંભાતના ઉંદેલ ગામે જવા નીકળ્યા હતા. ગોધરાના ઓરવાડા પાસેના હાઇવે ઉપર પૂરઝડપે જતી કારનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર તોડીને સામેથી આવતા ટ્રેલર જાેડે અથડાતા કારના કુરચેકુચ્ચા થઇ ગયા હતા. અકસ્માત થતાં કારમાં આગળ બેસેલા અને એક પાછળ બેઠેલાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે ઇજાગ્રસ્તોને સ્થાનિક અને પોલીસની મદદથી બહાર કાઢીને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. બે ઇજાગ્રસ્ત હર્ષિદભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ભરતભાઇ પટેલને ગંભીર ઇજા થતાં તેઓને વડોદરા ખાતે ખસેડાયા હતા.જ્યારે કિશનભાઇ પંકજભાઇ પટેલ, શંશાકભાઇ મહેશભાઇ પટેલ, કૃષિલભાઇ વિપુલભાઇ પટેલના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
૩ મૃતદેહોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવ્યા હતા. અકસ્માતને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પટેલ સમાજના જુવાનજાેધ ૩ યુવાનોના મોતથી સમાજના અગ્રણીઓ તથા મૃતકોના પરિવારજનો ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે આવી પહોંચ્યા હતા. ઉજજૈન મંદિરે દર્શન કરવા? ગયેલા ૫ મિત્રો અપરણીત અને? સમાજના મોભીઓના પુત્ર? હતા. એક મૃતક કિશન? પંકજભાઇ પટેલ ખંભાત? એપીએમસીના સભ્ય હતા.? જ્યારે શંશાકભાઇ પટેલ ફાર્મસી? કરીને વડોદરા ખાતે નોકરી? કરતો હોવાનું જાણવા મળી રહ્યું? છે. ૩ મૃતકો માતાપિતાના? એકના એક સંતાન હતા. મૃતકો? તથા તેમના પરિવાજનો? સમાજના સારા હોદ્દા પર? હોવાથી ગોધરા પટેલ સમાજના? લોકો પણ સિવિલ હોસ્પિટલ?ખાતે પહોંચ્યા હતા.ખંભાતના ઉંદેલ ગામના ૫ યુવાન મિત્રો ડિઝાયર ગાડી લઇને ઉજ્જૈનથી દર્શન કરીને પરત ઉંદેલ જતાં ગોધરાના ઓરવાડા પાસે પૂરઝડપે જતી કાર ડિવાઇડર તોડીને સામેથી આવતા ટ્રેલર સાથે જાેરદાર અથડાતાં ઘટના સ્થળે ૩ યુવાનોના મોત નિપજ્યા હતા.જ્યા રે ગંભીર ઇજાગ્રસ્ત બે યુવાનોને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા. ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી હતી. જ્યારે ૩ મૃતદેહને પીએમ અર્થે ગોધરા સિવિલ ખાતે લાવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો તથા પટેલ સમાજના અગ્રણીનો ઉમટી પડ્યા હતા.
Recent Comments