ખંભાતની પરિણીતા પર ઓળખાણનો ગેરલાભ ઉઠાવી દૂષ્કર્મ આચર્યું
ખંભાતના એક ગામે રહેતી પરિણીતાના પતિ, જેઠ અને સસરા ૨૦૧૯માં એક હત્યા કેસમાં કસ્ટડીમાં દેવામાં આવ્યાં હતાં. આ કેસમાં કેતન ઉર્ફે પપ્પુ ભીખા પટેલ (રહે.ગાયત્રીનગર, ઉંદેલ)ને કસ્ટડી થઇ હતી. જાેકે, થોડા સમયમાં તે જામીન પર છુટી ગયો હતો. દરમિયાન બહાર આવી તેણે પરિણીતાને તેની હવસનો શિકાર બનાવી હતી. આરોપી કેતન ઉર્ફે પપ્પુ પાસે પરિણીતાનો મોબાઇલ નંબર હોવાથી તેણે ફોન કરી કેસને લગતું કામ છે, તેમ કહી મળવા કહ્યું હતું. જાેકે, શરૂઆતમાં આનાકાની બાદ પરિણીતાએ તેને મળવા નોકરીના સ્થળે બોલાવ્યો હતો. આથી, કેતન કંપની પર ગયો હતો.
જ્યાં તેણે પરિણીતાને કારમાં બેસાડી તારાપુર તેના મામાના દિકરાના ઘરે લઇ ગયો હતો. અહીં તેણે ગરમીના બહાને બેડરૂમમાં લઇ ગયો હતો. જ્યાં શરૂઆતમાં જેલમાં થયેલી વાતો કરી હતી. બાદમાં અચાનક જ તેણે પરિણીતા સમક્ષ તને પ્રેમ કરૂ છું કહી બેડ ઉપર ધક્કો મારી પાડી દઇ જબરદસ્તી કરી શરીર પર હાથ ફેરવવા લાગ્યો હતો. જાેકે, પરિણીતાએ વિરોધ કર્યો હતો. આથી, ગુસ્સામાં આવેલા આરોપીએ તેને કંપનીમાં મુકી ગયો હતો. આ ઘટના બાદ પરિણીતાએ તેની સાથે વાતચીત બંધ કરી દીધી હતી. પરંતુ કેતન તેને વારંવાર ફોન અને મેસેજ કરી વાતચીત કરવા દબાણ કરો હતો.
બાદમાં દરરોજ પરિણીતા જે જગ્યાએ નોકરી કરી હતી, તે કંપની પાસે આવીને ઉભો રહેતો હતો અને ફોન કરતો હતો. એક દિવસ તો તેણે પરિણીતાને બદનામ કરવાની ધમકી પણ આપી હતી. હું રાજકારણ અને પોલીસમાં ઓળખાણ ધરાવું છું. તારા પતિ કે જેઠને જેલમાંથી છુટવા નહીં દઉં, તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો. આ ધમકીઓથી વશ થઇ પરિણીતાએ કેતન ઉર્ફે પપ્પુની મનમાની સહન કરવાની શરૂ કરી હતી. આરોપી કેતન અવારનવાર તેને પોતાની ગાડીમાં લઇ જતો અને તારાપુર તેના મામાના દિકરાના ઘરે લઇ જઇ શારીરિક સંબંધ બાંધતો હતો.
આ ઉપરાંત તે તારાપુરની હોટલમાં પણ લઇ જઇ હવસ સંતોષતો હતો. કેતન આટલેથી ન અટકતા તે ચાલુ નોકરીએ પરિણીતાને પોતાની કારમાં લઇ જઇ સુમસામ જગ્યા પર કાર ઉભી રાખી દૂષ્કર્મ ગુજારતો હતો. બાદમાં નોકરી છુટવાના સમયે પરિણીતાને પરત કંપની પર મુકી જતો હતો. આખરે કંટાળી પરિણીતાએ કેતન ઉર્ફે પપ્પુ સામે ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી કેતની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે. કેતન ઉર્ફે પપ્પુ અવાર નવાર બોલાવતો હતો અને જાે પરિણીતા ના પાડે તો એકદમ ગુસ્સે થઇ અપશબ્દ બોલી ફોટા તથા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેની મરજી વિરૂદ્ધ દૂષ્કર્મ ગુજારતો હતો.
પરિણીતા સમાજમાં બદનામ થઇ જવાના ડરના કારણે અત્યારચાર સહન કરતી હતી.ખંભાતના એક ગામે રહેતી પરિણીતાનો પતિ અને તેનો મિત્ર હત્યા કેસમાં જેલમાં હતાં. જાેકે, પતિનો મિત્ર જામીન પર છૂટ્યા બાદ તેણે પરિણીતાના પ્રેમમાં છે, તેમ કહી સંબંધ બાંધી બ્લેકમેઇલીંગ શરૂ કરી દીધું હતું. આ શખસે પરિણીતાને હોટલ સહિત વિવિધ સ્થળે લઇ જઈ હવસનો શિકાર બનાવી જીવન દૂષ્કર કરી નાંખ્યું હતું. આ અંગે પરિણીતાએ ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments