fbpx
ગુજરાત

ખંભાતમાં જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે દિવ્યાંગ બાળકો સાથે રહી સમય પસાર કર્યો

ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત આર.પી. આર્ટસ, શ્રી કે.બી. કોમર્સ અને શ્રીમતી બીસીજી કોલેજ સાયન્સ ખંભાતના વિદ્યાર્થીઓ દ્વારા ૭૪માં એનસીસી દિવસની ઉજવણી દિવ્યાંગ શાળા ખાતે કરવામાં આવી હતી. એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૌએ સમાજનું ધ્યાન રાખવાનું હોય આપણી સૌની નૈતિક ફરજ છે તે સમજી ખભેથી ખભા મિલાવી વંચિત સમુદાયોને માનવ સમાજને અવશ્ય મદદરૂપ થવું જાેઈએ. ૭૪મો એનસીસી દિવસ હોય ખંભાત કોલેજના વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, અમારા પ્રિન્સિપાલ અને પ્રોફેસરના માર્ગદર્શન મુજબ ખંભાતની એકમાત્ર જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ શાળાની મુલાકાત લીધી હતી.

બાળકોને શૈક્ષણિક અને શારીરિક ઉપયોગમાં આવે તેવી કીટ સ્વભંડોળ એકત્રિત કરી સંસ્થાને આપવામાં આવી હતી. સાથે સાથે દિવ્યાંગ બાળકોને નાસ્તો તેમજ રમત ગમત અને મનોરંજન કરી તેમની સાથે સમય પણ વિતાવ્યો હતા. ખાસ બાંહેધરી આપી કે અમે સૌ ખંભાતના યુવાનો સંસ્થા સાથે છીએ અને સંસ્થા વર્ષોથી માનવ સમાજનું ઉત્તમ કાર્ય કરી રહી છે, તેને બીરદાવીએ છીએ. અમે દિવ્યાંગ વ્યક્તિઓની સાથે છીએ તમે પણ સમાજનો એક અંગ છો અને એ અંગને અમારે સાચવવા એ અમારી જવાબદારી છે. સંસ્થાના પરિવાર વતી એડમીન શિવાની પટેલે ઉપસ્થિત તમામનો આભાર માન્યો.

Follow Me:

Related Posts