વિધાનસભાની ચૂંટણીના પડઘમ ભાગી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લાના સૌથી સંવેદનશીલ ગણાતા એવા ખંભાત ખાતે એએસપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં સીમા સુરક્ષા દળના જવાનો સાથે ખંભાતના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ખંભાતના ત્રણ દરવાજા, પીઠ બજાર, અકબરપુર, શકરપુર, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એસપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખંભાત શહેર પીઆઇ એસજી સોલંકી પીએસઆઇ તથા પોલીસ જવાનો દ્વારા હથિયારો સાથે ફ્રુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ ગોઠવવામાં આવી રહ્યા છે અને રૂટ નિરીક્ષણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
ખંભાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

Recent Comments