સૌરાષ્ટ - કચ્છ

ખંભાળિયાના યુવાનના પરિવાર પાસેથી ૨ લાખ પડાવી ૧૫ દિવસમાં દુલ્હન યુવતી ભાગી ગઈ

દ્વારકા જિલ્લામાંથી ફરી એકવાર ‘લૂંટેરી દૂલ્હન’નો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક પરિવારે ‘લૂંટેરી દૂલ્હન’ના કાંડને અંજામ આપીને ખંભાળિયાના યુવાનના પરિવાર પાસેથી ૨ લાખ રૂપિયાની રકમ પડાવીને ફરાર થઇ ગયા હોવાની વાત સામે આવી છે, આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. માહિતી પ્રમાણે, દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના યુવાન સાથે આ ‘લૂંટેરી દૂલ્હન’ની ઘટના ઘટી છે, આ યુવાન સાથે લગ્ન મામલે ૨ લાખ લીધા બાદ દુલ્હન યુવતી તથા તેનો આખો પરિવાર ગાયબ થઇ ગયો હતો.

દખણાદા બારા ગામે એક યુવાન દ્વારા ડીસા તાલુકાની પરિવારને લગ્ન કરવા માટે ૨,૦૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા, બાદ યુવતીના લગ્ન થયા પછી ૧૫ દિવસમાં યુવતી તેમજ ડીસા તાલુકામાં રહેતા તેમના પરિવારજનો ગાયબ થઇ ગયા હતા. જ્યારે આ અંગે યુવાનના પરિવારને જાણ થઇ ત્યારે તેમને યુવતીના કથિત પિતા તેમજ કથિત ભાઈ સામે સલાયા મરીન પોલીસ મથકમાં વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી હતી, હાલમાં ‘લૂંટેરી દૂલ્હન’ અને તેના પરિવારની તપાસ કરી રહી છે.

Follow Me:

Related Posts