fbpx
ગુજરાત

ખંભાળિયામાં ઉત્તરાયણના દિવસે આખા ગામની ગાયોને લાડુનું વિતરણ કરાય છે

પવિત્ર મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન ગાયો ને લાડુ નું જમણ દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે આજ છેલ્લા (૧૦૦) એકસો વર્ષથી આખા ગામની ગાયોને લાડુ વિતરણ કરવામાં આવે છે. આ લાડુ ઘઉંનો લોટ, તેલ, તલ અને ગોળ નાખી બનાવવામાં આવે છે. આ ગૌ સેવાના કાર્યમાં ખંભાળીયા ગામમાંથી તમામ વેપારી ભાઈઓ ઓઇલ મિલ તથા રેકડીવારા તમામ નાના મોટા ભાઈઓનો તન મન ધનથી સાથ સહકાર મળે છે. આ સેવા કાર્યમાં ૫૦૦ કિલો ઘઉંનો લોટ, તેલ દબા ૧૦ તથા ગોળ દબા ૨૦થી ૨૫નો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્ય છેલ્લા આઠ દિવસથી ચાલુ છે. અને સક્રાંત સુધી ચાલુ રહેશે આ સેવાના કાર્ય માટે રમણિકભાઈ મોટાણી, હરૂભાઈ દારીયાવારા તથા મેહુલભાઈ તન્ના સારી જહેમત ઉઠાવી રહ્યા છે. આ સેવા કાર્યમાં તન મન ધનથી સેવા આપનાર તમામનો રમણિકભાઈ મોટાણીએ આભાર વ્યક્ત કરેલ છે.

Follow Me:

Related Posts