ખંભાળિયામાં જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૧૦ પરિવારોને કીટ અપાઈ
ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુળજીભાઈ વલ્લભભાઈ પાબારી (મુંબઈવાળા)ના આર્થિક સહયોગથી જ્ઞાતિના આશરે ૧૧૦ જરૂરિયાતમંદ પરિવારોને દિવાળીપર્વ નિમિતે અનાજની કીટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને તેલ, ખાંડ, વેસણ, મગ, ચોખા, મેંદો, ચાની ભૂકી, નમક તેમજ દિવાળી તહેવારને અનુલક્ષીને ગાંઠિયા અને બુંદીના લાડુ સાથેની કીટ આપવામાં આવી હતી.આ કાર્યક્રમના પ્રારંભે કાર્યક્રમની શરૂઆત સંસ્થાના ટ્રસ્ટી મનુભાઈ કાનાણી તેમજ દાતા મુળજીભાઈ પાબારીના હસ્તે તેમના નિવાસ સ્થાનેથી જ વિતરણની શરૂઆત કરવામાં આવી હતી.
શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર દાયકાથી આ રીતે અનાજની કીટની સેવા, ટીફિનની સેવા તેમજ મેડિકલ કેમ્પ અને કોરોના સમયમાં પણ અનન્ય સેવાઓ આપવામાં આવી છે. જેમાં તમામ સામાજિક કાર્યો નાત-જાતના ભેદભાવ વગર કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા મનુભાઈ કાનાણી તથા મુક સેવક સાબિત થયેલા અશોકભાઈ દાવડા વિગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતા મુળજીભાઈ પાબારીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Recent Comments