ખંભાળિયામાં રહેતા ૨ યુવાનોએ દિવાળીની રાત્રે બંદૂકમાંથી ફાયરિંગ કરતા આ બનાવ અંગે એસ.ઓ.જી. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટી ખાતે રહેતા રવિ ગોવિંદભાઈ સુયા નામના ૨૭ વર્ષના સંઘાર યુવાન સાથે મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા હિતેશ કરણાભાઈ ચાવડા નામના બે યુવાનોએ દિવાળીની રાત્રે રવિના પિતા ગોવિંદભાઈ શામજીભાઈ સૂયાનીની પરવાનાવાળી બાર બોરની બંદૂકમાંથી બે-બે ફાયરિંગ કર્યા હતા. આ ઘટનાના તેઓએ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં પણ અપલોડ કર્યો હતો.
આમ પિતાની મંજૂરી વગર તેમના ધ્યાન બહાર તેમજ હથિયાર ચલાવવાની તાલીમ વગર ફાયરિંગ કરવા માટે એસ.ઓ.જી. પોલીસ દ્વારા રવિ ગોવિંદભાઈ સુયા તથા હિતેશ કરણાભાઈ ચાવડા નામના બંને શખ્સો સામે આર્મ્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ બંને શખ્સોની અટકાયત કરી હતી. દિવાળીના તહેવાર પર અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારની જ એક ઘટના ઘટી હતી. જેમાં યુવતીએ તેના પિતાની રીવોલ્વર લઈને હવામાં ફાયરિંગ કરી હતી. દિવાળીની રાતે અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર કેટલાક ટપોરીઓએ ફટાકડા ફોડવાને બહાને લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો અને લોકોએ પોલીસને પણ આ અંગેની જાણ કરી હતી. આ સમગ્ર મામલે અમદાવાદના ઝોન-૭ ડીસીએફ ભગીરથસિંહ જાડેજાએ સ્ટંટબાજ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને તેમની સામે ૩૦૮ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સંદર્ભે આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
Recent Comments