ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ ખરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આભ ફાટવા જેવી સ્થિતી સર્જાઈ છે. આ સ્થિતી વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લો પાણીમાં ગરકાવ થયો છે.જણાવી દઈએ કે, દેવભૂમી દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.જિલ્લા કંટ્રોલ રૂમ અનુસાર,ખંભાળિયા તાલુકામાં 18.16 ઈંચ, ભાણવડ તાલુકામાં 10.72 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 10.40 ઈંચ અને દ્વારકા તાલુકામાં 10.4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જણાવી દઈએ કે, હવામાન વિભાગે હજુ પણ આજ અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આદાહી કરી છે. આ વિસ્તારોને હજુ પણ આગામી દિવસથી વરસાદથી રાહત મળવાના કોઈ અહેવાલ નથી.
ખંભાળીયામાં આભ ફાટવા જેવી સ્થિતી, 24 કલાકમાં 18 ઈંચથી વધુ વરસાદ

Recent Comments