ભાવનગર

ખડસલિયામાાં પ્રથમવાર બ્લડ ડોનશન કમ્પનું આયોજન

સરકારી માધ્યમમક શાળા ખડસલિયા, પ્રાથમમક શાળા ખડસલિયા અને સમસ્ત ગામ દ્વારા થેિેસેમમયાથી પીડાતા દદીઓ અને જરૂરીયાતવાળા દર્દીઓને માટે તા.૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨ન ગુરુવારનાાં રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાાં દીપ પ્રાગટય માનનીય જિલ્લા શિક્ષણામિકારીશ્રી કે.વી.મૈયાણી તથા ભૂતપૂર્વ સરપંચ જેતુંભાઈ દેસાઈ અન તાલુકા પંચાયતના સદસ્ય ભૂપતભાઈ ડાભી કરશે. કાયવક્રમને સફળ બનાવવાઆચાર્યા વંદનાબેન ગોસ્વામી અને પ્રાથમમક શાળાના આચાર્ય અનિરૂદ્ધસિંહ વાળા મહેનત કરી રહ્યા છે.

આ કાયવક્રમને સફળ બનાવવા માટે વિનુંભા ગોહિલ, અનોપમસિંહ ગોહિલ, આલિિંગભાઈ દેસાઈ જહેમત ઉઠાવી રહ્યા છે. બ્લડ ડોનેશનનો સમય સવારના ૧૦:૩૦ થી ૦૪:૦૦ વાગ્યા સુધીનો રહેશે. દરેક બ્લડ આપનારને પ્રમાણપત્ર તથા સ્મૃતિ ભેટ આપવામા આવશે . આ સેવા યજ્ઞમા સહકાર આપવા સરકારી માધ્યમમક શાળાના આચાર્ય વંદનાબેન ગોસ્વામીએ વિન્નતિ કરેિ છે.

Related Posts