ખડસલી ગામના સરપંચપતી અને તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી પર થયેલા ગંભીર હુમલાને વખોડતા મહેશ કસવાલા

આજરોજ સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામના સરપંચ પ્રતિનિધિ અને તાલુકા ભાજપના મહામંત્રી ચેતનભાઈ માલાણી ઉપર અસામાજિક તત્વો દ્વારા ગંભીર હુમલો કરવામાં આવેલ જેની જાણ ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા ને થતા મહેશ કસવાલા દ્વારા તાત્કાલિક ધોરણે SP અને PI સાથે ટેલીફોનીક વાત કરી કડક પગલાં લેવા જણાવ્યુ હતુ અને હોસ્પિટલોમાં પણ સુપ્રિટેન્ડેન્ટ સાથે વાત કરી તાત્કાલિક જરૂરી સારવાર માટે પણ સૂચન કર્યા હતા. સાથો સાથ સાવરકુંડલા ભાજપના હોદ્દેદારોને પણ ટેલીફોનિક જાણ કરતા તાલુકા ભાજપ પ્રમુખ જીવનલાલ વેકરીયા, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, જિલ્લા પંચાયતના સદસ્ય પુનાભાઈ ગજેરા અને ભાજપ અગ્રણી લલીતભાઈ બાળધા વગેરે તાત્કાલિક ચેતન માલાણીની જરૂરી મદદ કરવા હોસ્પિટલે પહોંચ્યા હતા અને સાથો સાથ શ્રી મહેશ કસવાલા ચેતન માલાણીના પરિવારના સભ્યોને જરૂરી મદદની ખાતરી આપી હતી.
Recent Comments