ખનીજ ખાતાના ચોપડે ૮ ચરખી સામે પોલીસને ૪ પાઈપ આપ્યા
થાન પંથકમાં કાર્બોસેલનો અખૂટ ભંડાર આવેલો છે. આ કોલસાનું મોટા પાયે ગેરકાયદે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જેને રોકવાની સૌથી પહેલી જવાબદારી ખાણ ખનીજ ખાતાની છે અને આથી જ ખાણ ખનીજ ખાતાવાળા થોડો ઘણો માલ પકડીને કાગળ ઉપર કામગીરી બતાવી સંતોષ માનતા હોય છે. રૂપાવટી ભાલુડો ગામની સીમમાં પીજીવીસીએલની વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. જ્યાંથી ૪ ટીસી મળી આવ્યા હતા. આથી આખ આડા કાન કરીને બેઠેલા ખાણ ખનીજ ખાતાને જાણ કરતા અધીકારીઓની ટીમ આવી હતી અને બનાવના સ્થળેથી ૨૫ ટન કાર્બોસેલ અને ૮ ચરખી પકડીને થાન પોલીસને સોંપ્યું હોવાનું કાગળ ઉપર લીધું હતું. પરંતુ તપાસ કરતા થાન પોલીસ મથકમાં માત્ર ચરખીના લોખંડના ૪ થાંભલ અને કાર્બોસેલની જગ્યાએ થાનમાં મળતી કાળી માટે જમા કરાવી હોવાની વિગતો સામે આવી હતી.
વર્તમાન સમયે કાર્બોસેલનો ભાવ ૧ ટનના રૂ.૪૫૦૦થી રૂ.૫૦૦૦ છે જ્યારે ખાણ ખનીજ વાળાએ જે જમા કરાવી છે તે કાળી માટી રૂ.૨૫૦ના ૧ ટનના ભાવે વેચાય છે. જ્યારે ૧ ચરખીની કિંમત રૂ.૨.૫ લાખ થાય છે અને જે જમા કરાવ્યા છે તે લોખંડના થાંભલીની કિંમત રૂ.૫ હજાર થાય છે. આમ વીજ કંપનીએ પાડેલા દરોડામાં પણ ખાણ ખનીજ ખાતા દ્વારા ગોલમાલ કરવામાં આવી હોવાની વિગતોનો ભાંડો ફૂટ્યો હતો. મહત્વની એ બાબત સામે આવી છે કે દરોડા દરમિયાન ૨૦થી ૨૫ જેટલા ખાડા ચાલતા હોય તો ૧ ખાડામાં ઓછામાં ઓછા ૮થી ૧૦ માણસ કામ કરતા હોય છે. આટલી મોટી સંખ્યામાં માણસો કામ કરતા હોય છતાં કોઇ પકડાય નહીં તે અંગે પણ અનેક સવાલો ઊઠયા છે. સરવે નંબર જાણવા માટે મને બોલાવ્યો હતો. બાકી દરોડા પાડવાની જવાબદારી ખાણ ખનીજ ખાતાની હોય છે. નાયબ મામલતદાર, તલાટીને ગાડી પકડવાની સત્તા નથી. નીચલા સ્ટાફને પણ ચેકિંગની સત્તા આપવી જાેઇએ. પૂરતો બંદોબસ્ત જાેઇએ. નહીંતર બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ જાય છે. બધા માથાભારે માણસોની અમને પણ ચેકિંગમાં જતા ડર લાગે છે.થાન પંથકના રૂપાવટી ભલુડો વિસ્તારમાં પીજીવીસીએલની વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં ૨૫ ટન કાર્બોસેલ અને ૮ ચરખી તથા ૪ ટીસી પકડ્યા હોવાનું કાગળ પર લેવામાં આવ્યું છે. પરંતુ તપાસ કરતા ખાણ ખનીજ ખાતાએ થાન પોલીસને જે કાર્બોસેલનો જથ્થો સોંપ્યો છે તે ફાયર ક્લે એટલે કે કાળી માટી હોવાની સાથે ૮ ચરખીની જગ્યાએ ચરખીના લોખંડના માત્ર ૪ થાંભલા જ પોલીસને સોંપ્યા હોવાની ચોકાવનારી વિગતનો પર્દાફાસ થયો છે.
Recent Comments