સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઇટ આતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને સમસ્ત હિંદુ સમાજ દ્વારા આયોજિત ૧૧૧૧૧ દીવડાઓની મહાઆરતી સાથે દિવ્ય દર્શન. અદ્ભુત અને નયનરમ્ય ડીઝાઈન સાથે સમગ્ર વિસ્તારનો નયનરમ્ય નજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલ.અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામજીના નિજ મંદિરે બિરાજમાન થતાં સાવરકુંડલા શહેરમાં પણ ભક્તો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી. આ વિસ્તારમાં ગોઠવાયેલ લાઈટીંગ અને કલાત્મક રંગોળીએ અનેક લોકોના મન મોહી લીધા.. આ પરિદ્રશ્યને જોતાં લોકોના મુખમાંથી સ્વયંભૂ જયશ્રી રામ શબ્દ સરી પડતા જોયા.ખુદ પત્રકાર બિપીનભાઈ પાંધીએ આ કલાત્મકતાને નતમસ્તક પ્રભુ શ્રી રામના ચરણોમાં સમર્પિત ભાવ સાથે વંદન કરેલ.
ખરેખર સાવરકુંડલા બન્યું અયોધ્યા..

Recent Comments