ખાંભાથી નાગેશ્રી રોડ પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
ખાંભાથી નાગેશ્રી રોડ પર ફોર વહીલ અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું કરુણ મૃત્યુ થયું હતું.
અમરેલી જીલ્લામાં જીવલેણ વાહન અકસ્માતનો સિલસિલો જારી રહ્યો છે. ત્યારે આજે વધુ એક જીવલેણ અકસ્માત ખાંભાથી નાગેશ્રી રોડ પર સર્જાયો હતો. વાહન ચાલકો પોતાના વાહનો પુરપાટ અને બેફિકરાઈથી ચલાવતા હોય છે ત્યારે આવા ગંભીર અકસ્માતો બને છે. ખાંભાથી નાગેશ્રી રોડ પર ફોર વહીલ અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે અકસ્માતમાં ફોરવહીલ ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. ડેડાણ ગામ પાસે પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રાકુડા ગામના બાઇક ચાલક ગોકુળભાઈ દુધાતનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મૃતકને પીએમ અર્થ 108ની મદદથી ખાંભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Recent Comments