પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી , ગુજરાત રાજય , ગાંધીનગર નાઓ તરફથી ગુમ / અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા માટે તા .૧ / ૨ / ૨૦૨૩ થી તા .૧૫ / ૨ / ૨૦૨૩ સુધી દિન – ૧૫ ની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય , ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુમ / અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાંથી ગુમ / અપહરણ થયેલ બાળકો , સગીરાઓની માહિતી એકત્રિત કરી , આ બાળકો તથા સગીરાઓને શોધી કાઢવા તથા સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ખાંભા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૨૭૨૩૦૦૧૩ / ૨૦૨૩ , ઇ.પી.કો. કલમ ૩૬૩ , ૩૬૬ , તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના કામે ગઇ તા .૧૪ / ૦૧ / ૨૦૨૩ નાં રોજ ખાંભા , ખડાધાર રોડ પાસે રાહગાળા વિસ્તારમાંથી ૧૭ વર્ષની સગીરાનું અપહરણ કરી , નાસી જનાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે આજરોજ તા .૧૪ / ૦૨ / ૨૦૨૩ ના રોજ અમરેલી મુકામેથી પકડી પાડી , પકડાયેલ આરોપી તથા ભોગ બનનારને આગળની કાર્યવાહી થવા સારૂ ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .
પકડાયેલ આરોપીની વિગતઃ પ્રવિણ ઉર્ફે પીન્ટુ મુળુભાઇ વાઘેલા , ઉ.વ .૨૮ , રહે.જુનાગઢ , કુલીયા હનુમાન મંદિર પાસે , ઉપરકોટ રોડ , તા.જિ.જુનાગઢ મુળ રહે.કાંધીપડા , તા.ગીરગઢડા , જિ.ગીર સોમનાથ .
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા , મનીષભાઇ જોષી તથા હેડ કોન્સ . દયાબેન જસાણી તથા પો.કોન્સ . નિકુલસિંહ રાઠોડ , લીલેશભાઇ બાબરીયા , ભાવિનગીરી ગૌસ્વામી , તુષારભાઇ પાંચાણી , અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments