ખાંભાના બોરાળા ગામનાં બસ સ્ટેન્ડ પાસેથી અગ્નિશસ્ત્ર સાથે આરોપીની અટકાયત
અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે અમરેલી જિલ્લાનાં નાગરિકો ભયમુકત રીતે જીવન જીવી શકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે અમરેલી એલસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.કે. કરમટા તથા પોલીસ સબ ઈન્સ્પેકટર પી.એન. મોરીનાઓની રાહબરી નીચે એલસીબી ટીમે ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન બોરાળા ગામના બસ સ્ટેશન પાસેથી સિકંદરભાઈ જાડેજાને લાયસન્સ વગરનાં પ્રાણઘાતક અગ્નિશસ્ત્ર તમંચા સાથે પકડી પાડેલ છે.
પકડાયેલ ઈસમ પાસેથી મળી આવેલ અગ્નિશસ્ત્ર તેણે કોની પાસેથી મેળવેલ હતું, કયા કારણોસર સાથે રાખેલ હતું, આ અગ્નિશસ્ત્ર સાથે રાખીને તે કોઈ ગુનાને અંજામ આપવા જઈ રહેલ હતો કે કેમ ? વિગેરે મુદાઓ અંગે આરોપીની પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.
અગ્નિશસ્ત્રસાથે પકડાયેલ ઈસમ વિરૂઘ્ધ આર્મ્સ એકટ હેઠળ કાર્યવાહી કરી આરોપી અને મુદામાલ વધુ તપાસ અર્થે ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
Recent Comments