ખાંભાના સરાકડીયા નજીક ત્રણ બાઈક વચ્ચે અકસ્માત, એક જ ગામના 5 લોકો ઈજાગ્રસ્ત
અમરેલી જિલ્લામાં આવેલા ખાંભાના સરાકડીયા પાટિયા નજીક ત્રિપલ અકસ્માત થયો હતો. ત્રણ બાઈક વચ્ચે ટક્કર થતા 5 લોકોને ઈજા પહોંચી હતી. જેમાં 4 પુરૂષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ઈજાગ્રસ્ત તમામ ખાંભાના પીપળવા ગામના રહેવાસી હતા.
ખાંભાના સરાકડીયા નજીક ત્રીપલ અકસ્માત સામે આવ્યો છે. ત્રણ બાઈક વચ્ચે વિચિત્ર પ્રકારનો અકસ્માત થયો છે. 3 બાઈક ચાલકો વચ્ચે થયેલી અકસ્માતની ઘટનાને લઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી
આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ નાગેશ્રી ખાંભા હાઇવે ઉપર 3 બાઈક વચ્ચે અકસ્માત થતા 4 પુરુષ અને 1 મહિલા સહિત 5 લોકોને ઇજા થઈ હતી. જેથી રાજુલા અને નાગેશ્રીની 108ની 2 ટીમને બોલાવી તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનીક ખેડૂતો પણ દોડી આવ્યાં હતા અને ખાંભા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ તપાસ શરૂ કરી હતી. ત્રણેય બાઈક ચાલકોનો અકસ્માત કેવી રીતે થયો તેને લઈ તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. જોકે, મળતી માહિતી પ્રમાણે બાઈક ચાલકો પુરપાટ ઝડપે આવી રહ્યા હોવાથી અકસ્માત થયો હોવાની શક્યતા છે. પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.
Recent Comments