ખાંભાની ઐતિહાસિક ધરોહર સમાન જાહેર ઈમારતની જાળવણી કોણ કરશે??
જાળવણીના અભાવે ખંઢેર થઈ ગયેલી મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવેલી ઈમારતોમહારાજા સયાજીરાવ ગાયકવાડની વડોદરા રાજ્યના શાસનને ૨૫ વર્ષ પુરા થતા ઉજવાયેલ જ્યુબીલી વર્ષની ઉજવણી અવસરે વડોદરા રાજ્યના તમામ મહાલ(તાલુકા) સેન્ટરોમાં ઉજવણીના ભાગરૂપે જ્યુબીલી ધર્મશાળા,પુસ્તકાલય,પોલીસ સ્ટેશન, મહાલ કચેરી, દવાખાના બનાવી પ્રજા વાત્સલ્ય મહારાજાએ પોતાના રાજ્યના લોકોને જ્ઞાન,ઉતારો, પોલીસ રક્ષણ અને આરોગ્યની સુવિધા પૂરી પાડવાના ઉમદા આશયથી પ્રજાને ભેટ આપેલ જે ઐતિહાસિક ધરોહરોને ૧૦૫ વર્ષ જેવો સમય વિતતા અનેક વાવાઝોડા – ભૂકંપ જેવી કાળની થપાટો સહન કરી આજે પણ અડીખમ ઊભી છે
આઝાદી બાદની અને રાજ્ય સરકારો દ્વારા આ એતિહાસિક ધરોહરોની કાળજી – જાળવણી ન કરવાના કારણે રાજુલા પથ્થર – સાગ – સિસમ – સાઝડના લાકડા – ચૂનો રેતી પીસીને બનાવેલ બે બે માળની તત્કાલીન સમયે અને આજે પણ આધુનિક સુવિધાવાળી કંડારેલ ઇમારતોની પૂરતી કાળજી ન લેવાના કારણે ઐતિહાસિક ધરોહરો જેવી ઇમારતો ખંઢેર હાલતમાં જોવા મળે છે જ્યુબીલી ધર્મશાળા અને જ્યુબીલી લાઇબ્રેરી તો સાવ ખંઢેર હાલત થતા કોઈ ઉપયોગી ન રહેતા ગેરકાયદે દબાણ કરનારાઓને મોકળું મેદાન મળતા ગેરકાયદે પાકી દુકાનોનો ખડકલો ખડકાઇ જતા ઐતિહાસિક ઇમારતો ફરતે થયેલા દબાણોમાં ઈમારતો દેખાતી પણ નથીજિલ્લાના જવાબદાર વિભાગો દ્વારા ઐતિહાસિક ધરોહરોનો ઉદ્ધાર કરાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે
Recent Comments