fbpx
અમરેલી

ખાંભામાં ગ્રીન ગ્રુપ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધુળેટીના તહેવારને લઈ ને ખાંભાનાં ગરીબ પરિવારોનાં નાના બાળકોને કલરની પિચકારી તેમજ ગુંદી ગાંઠીયા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું..

ગ્રીન ગ્રુપ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને દાતાઓના સાથ અને સહકારથી ઍક સેવા કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે નિરાધાર વૃદ્ધને કરીયાણાની કીટ વિતરણ કરેલ છે તેમજ ગરીબ વર્ગના બાળકોને અભ્યાસ માટે જરૂરી ચોપડા વસ્ત્ર તેમજ નિરાધાર માણસોનું ટિફિન સહિતની સેવાનો પ્રારંભ કરવામા આવ્યો છે ત્યારે ધૂળેટીના તહેવારને લઈ ગરીબ વર્ગના બાળકો નાસ્તો કરાવી બાળકોને પિચકારીનું વિતરણ કરવામાં આવ્યું અને અને નિરાધાર પરીવારને કરીયાણાની કીટ આપવામાં આવી હતી માનવ સેવા એજ પ્રભુ સેવા. એ હેતુથી ટ્રસ્ટ ચાલુ કરવામાં  આવ્યું છે આ સેવા કાર્યમાં ગ્રીન ગ્રુપના સભ્યોજોડાયા હતા એમ ભીખુભાઈ બાટાવાળાએ એક યાદીમાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts