fbpx
અમરેલી

ખાંભા ખાતે ૨૭ એપ્રિલના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

૨૦ એપ્રિલ સુધી ખાંભા મામલતદાર કચેરીમાં અરજી સ્વીકારવામાં આવશે

તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે, તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨૭ એપ્રિલના મામલતદાર કચેરી ખાંભા ખાતે યોજાનાર કાર્યક્રમ માટેના પ્રશ્નો/ ફરિયાદો આગામી ૨૦ એપ્રિલ સુધીમાં મામલતદારશ્રીની કચેરી ખાંભાને રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા પહોંચાડવાની રહેશે. અરજીના મથાળે મોટા અક્ષરે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવાનું જણાવેલ છે. આ કાર્યક્રમમાં સામુહિક, નીતિ વિષયક, કોર્ટમાં નિર્ણયાધીન પ્રશ્નો કે કર્મચારી વિષયક પ્રશ્નો રજુ થઇ શકશે નહિ જેની નોંધ લેવા એક યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts