અમરેલી

ખાંભા તથા ધારી પોલીસ સ્ટેશનના ગુન્હાઓમાં નાસતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા રફતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ( ૧ ) ખાંભા પોલીસ સ્ટેશન પ્રોહી . ગુ.ર.નં .૧૧૧૯૩૦૨૭૨૨૦૫૨૯ / ૨૦૨૨ , પ્રોહી . કલમ ૬૫ ( એ ) ( એ ) , ૧૧૬ ( બી ) , ૯૮ ( ૨ ) મુજબ તથા ( ૨ ) ધારી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૮૨૨૦૬૭૬/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૬૩ , ૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય , મજકુર આરોપીને ગઇ કાલ તા .૨૮ / ૧૧ / ૨૦૨૨ નાં રોજ ખાંભા ટાઉન ખાતેથી પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપી આપેલ છે .

→ પકડાયેલ આરોપીની વિગતઃ અનુ જીવાભાઈ ખાખડીયા , ઉ.વ .૩૦ , રહે.મુળ ધારી , હીમખીમડીપરા , તા.ધારી , જિ.અમરેલી હાલ રહે.ભાવનગર .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ . સુખદેવભાઇ ગોંડલીયા , પો.કોન્સ . શિવરાજભાઇ વાળા , નિકુલસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે .

Related Posts