ખાંભા તાલુકાના ડેડાણ ગામે હરી ॐ(ઓમ) ગૌશાળા ખાતે વિશ્વ કલ્યાણ હેતુ લાભાર્થે શકિતયાગ(યજ્ઞ)નું પરમપૂજય સંતશ્રી મુકતાનંદબાપુના સાંનિધ્યમાં આયોજન
અગિયાર દિવસ ચાલનારા શકિતયાગ(યજ્ઞ) ના યજમાન પદે નાનુભાઈ વાઘણી પરિવાર હાજરરહ્યો: ભજન,ભોજન અને ભક્તિ નો ત્રીવેણી સંગમ જંગલને મંગલ કર્યું
સમગ્ર ભારતભરમાં સૌરાષ્ટ્રની ભૂમિને સંતોની ભૂમિ કેહવા માં આવે છે. જયા ભક્તિ, ભજન અને ભોજન નો સંગમ છે. આપણી કેહવત છે “જયાં ટુકડો ત્યાં હરી ઠૂંકડો” આ કેહવત અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકાના ડેડાણ ગામે હરી ॐ(ઓમ) ગૌશાળા ખાતે સાર્થક થઈ રહી છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં ચારવેદોની માતા નું બિરુદ ગાયત્રી માતા ને અપાયું છે. ગાયત્રી માતા તથા બ્રમ્હાણી માતાની અસીમ કૃપાથી અને પરમ પૂજય ગુરુશ્રી મુક્તાનંદબાપુ ની પ્રેરણા થી વિશ્વકલ્યાણ હેતુ શકિતયાગ અસોવદ ૧૧ તા:- ૦૧/૧૧/૨૦૨૧ થી કારતકસુદ ૮ તા:- ૧૧/૧૧/૨૦૨૧ સુધી નાનુભાઈ નથુભાઈ વાઘાણી પરિવાર દ્વારા રાખેલ છે.જેમાં દ્વારકા સંસ્કૃત વિધ્યાપીઠ ના ઋષિબાળકો (બ્રહ્મકુમારો) દ્વારા મંત્રોચાર સહીત હોમહવન કરાવી રહ્યા છે. આ ભગીરથ કાર્ય માં અનેક સંતો, મહંતો તથા રાજકીય મહાનુભાવો તથા પત્રકારો પધારી સંતશ્રી મુકાતાનંદબાપુના આશીર્વાદ મેળવી રહ્યા છે. ખાંભા-રાજુલા-જાફરાબાદ ના માજી સાંસદીયસચિવ હીરાભાઈ સોલંકી તથા ખાંભા-રાજુલા-જાફરાબાદ ધારાસભ્ય અમરીશભાઈ ડેર સહીત ના મહાનુભાવો એ આ ભગીરથ કાર્ય માં પધારી સંતશ્રી મુકાતાનંદબાપુ ના આશિર્વચન લીધા. છેલ્લાં ધાણા દિવસોથી જંગલ માં સંતોની કૃપા થી મંગલ થઈ રહ્યું છે. એકબાજુ ગીર ના રાજા સાવજની ડંકણોથી ડુંગરાઓમાં પડછંદ પડી રહ્યા છે તો બીજી બાજુ ઋષિકુમારો દ્વારા વેદોની રૂચાઓથી-મંત્રો થી ડુંગરા ઓં ગાજી ઉઠયા છે. કુદરતના ખોળે આવું ભાગીરથી કાર્ય ખાંભા તાલુકામાં સૈકાઓં બાદ પ્રથમ થઈ રહ્યું છે.
આજુબાજુના રાણીગપરા, સરાકડિયા, રાયડી, પાટી, ડેડાણ તથા રાજુલાના ગ્રામજનો નો આ ધાર્મિકકાર્યક્રમનો લાહવો માની રહ્યા છે. બાપુનો સેવકસમુદાય પણ બહોળી સંખ્યામાં ધાર્મિકકાર્યક્રમ લાહવો લઈ રહ્યા છે. તેમ ભીખુભાઈ બોરીસાગર ની અખબારીયાદી જણાવેલ છે. ખાંભા તાલુકા ના ડેડાણ ગામે હરી ઓમ ગૌશાળા ખાતે વિશ્વકલ્યાણ હેતું લાભાર્થે ચાલતા શક્તિ યાગ(યજ્ઞ) નિમિતે ખાંભા તથા રાજુલા તાલુકા ના બ્રહ્મચોર્યાસી યોજાઈ: માનવ મેહ્રમણ ઉભરાયો
બ્રહ્મચોર્યાસીમાં પધારેલા ડેડાણ બ્રહ્મસમાજે ગનાતીની વાડી નો પ્રસ્તાવ સંતશ્રી મુક્તાનંદબાપુ સમક્ષ મુક્તા બાપુ એ પોતાના તરફથી પાંચલાખનું અનુદાન આપતા ડુંગરાળ વિસ્તારમાં હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠયો
ખાંભા(ભીખુભાઈ બોરીસાગર):- ખાંભા તાલુકાના ડેડાણ ગમે હરીઓમ ગૌશાળા ખાતે શક્તીયાગ નિમિતેઆજરોજ તારીખ:- ૦૭/૧૧/૨૦૨૧રવિવારના રોજ ખાંભા તથા રાજુલા તાલુકા ના ભૂદેવની બ્રહ્મ્ચોર્યાસી યોજાઈ. જેમાં ખાંભા, ડેડાણ, પાટી,તથા રાજુલા ગામના ભૂદેવએ બોહળી સંખ્યામાં મહાપ્રસાદ લીધો. બ્રહ્મચોર્યાસી અગાઉ ડેડાણ બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજની વાડી બનાવાનો સંકલ્પ મુકતાનંદબાપુ સમક્ષ મુક્તા મુક્તાનંદબાપુ એ પાંચ લાખ રૂપિયા ના દાનની જાહેરાત કરતા સમસ્ત બ્રહ્મસમાજ માં આનંદ છવાઈ ગયો. સૌએ બાપુના નિણ્રયને તાળીઓં ઓંના ગણગણાટ થી વાઘવી લીધો . ભવિષ્યમાં બનનાર આ વાડી નું નામ “મુક્તાનંદબાગ” રાખવા માં આવશે તેવી ગાન્તી આગેવાનો એ નામકરણની જાહેરાત કરી.
Recent Comments