ખાંભા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૨૩ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી
ઓગસ્ટ-૨૦૨૪નો ખાંભા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૧ ઓગસ્ટ, ૨૦૨૪ને બદલે તા.૨૮ ઓગસ્ટ, ૨૦૨૪ બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે ખાંભા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો મોડામાં મોડા તા.૨૩ ઓગસ્ટ, ૨૦૨૪ સુધીમાં ખાંભા તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા ટપાલ મારફતે બપોરે ૩.૦૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે પહોંચતા કરવા. સામુહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવા. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું, તેમ ખાંભા તાલુકા મામલતદારશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments