અમરેલી

ખાંભા તુલસીશ્યામ રેંજમા ચંદનના વૃક્ષોની તસ્કરી સામે આવી, ગેંગ સક્રીય થઈ

ખાંભા તુલસીશ્યામ રેંજમા ચંદનના વૃક્ષોની તસ્કરી સામે આવી હતી, ગીરના જંગલોમાં ચંદનના વૃક્ષોની ચોરી કરતી ગેંગ સક્રીય થયા હોવાના સામાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ખાંભા તુલસીશ્યામ રેંજમા ચંદનના વૃક્ષોની તસ્કરી સામે આવી હતી, ગીરના જંગલોમાં ચંદનના વૃક્ષોની ચોરી કરતી ગેંગ સક્રીય થયા હોવાના સામાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ભાણીયાના જંગલમાં ચંદનના 7 વૃક્ષો કપાઈને ચોરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જંગલ વિસ્તારમાં બંને તરફ ચેકપોસ્ટ નાકા હોવા છતાં ચંદનનાં વૃક્ષોની ચોરી થતા અનેક સવાલો ઉભા થાય છે. કિંમતી વૃક્ષોની ચોરી કરી તસ્કરોએ વનવિભાગને ખુલ્લી ચેલેન્જ ફેંકી હતી.
વનવિભાગના સ્થાનિક સ્ટાફની મીઠી નજર તળે વૃક્ષો કપાયા હોવાની વ્યાપક ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે.

ત્રણેક વર્ષ પહેલાં ધારીના સરસીયા વીડીમાં 70 થી વધુ ચંદનના વૃક્ષો કપાયા હતા.ખાંભાના ભાણીયા ગામે બે માસ પહેલા લાખો રૂપિયાના ચંદન વૃક્ષો વેચાયા હોવાની ચર્ચા થઇ રહી છે. ત્યાં ફરી ભાણીયાના જંગલ વિસ્તારમાંથી ચંદનના વૃક્ષો કપાયા હોવાની સૂત્રોમાંથી માહિતી મળી છે. જંગલ વિસ્તારમાંથી ચંદનના વૃક્ષોની ચોરીથી વનવિભાગની ઘોર બેદરકારી સામે આવી હતી. ચંદન ચોર સક્રિય થયા તો વનતંત્ર નિંદ્રાધીન હોવાંનું સામે આવ્યું છે. વનતંત્ર દ્વારા તટસ્થ તપાસ થાય તેવી પર્યાવરણ પ્રેમીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે.

Related Posts